- ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ હેઠળ આવતા વાણિજ્ય એકમો અને સંસ્થાઓએ મતદાન માટે રજા આપવાની વ્યવસ્થા કરવા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવવામાં જણાવવામાં આવ્યું.
- ગુજરાતમાં રહેતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વતનીને પણ મતદાન માટે રજા આપવાની રહેશે.
નડિયાદ,રાજસ્થાન રાજ્યમાં તા.26/04/2024, શુક્રવારના રોજ, ગુજરાત રાજ્યમાં તા.07/05/2024, મંગળવારના રોજ, મધ્યપ્રદેશ રાજયમાં તા.13/05/2024, સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજયમાં તા.13/05/2024, સોમવારના રોજ તથા તા.20/05/2024, સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થનાર છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા મતદારો તેમજ ગુજરાત રાજ્યનાં મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ હેઠળ આવતા વાણિજ્ય એકમો અને સંસ્થાઓએ મતદાનનાં દિવસે એટલે કે 07 મે, 2024ના રોજ તેના કર્મચારીઓને રજા મળે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
જેમાં, સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કયેરીઓ, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ /કચેરીઓને ચૂંટણીના સંબધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા જણાવવમાં આવે છે.
તેમજ જીલ્લામાં કોઇપણ શ્રમિક તેમના મતાધિકારથી વંચિત રહેવા સંબંધિત ફરિયાદ જીલ્લા કક્ષાનાં કંટ્રોલ રૂમમાં કરી શકે છે, તેમ નોડલ ઓફિસર (માઈગ્રેટરી ઈલેકટર્સ) અને જનરલ મેનેજર, જીલ્લા ઉધોગ કેન્દ્ર, નડિયાદએ જણાવ્યું છે.