કોંગ્રેસે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની યાદી જાહેર કરી

હૈદરાબાદ, લોક્સભાની ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ૩૮ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મે ૨૦૨૪માં આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને ધ્યાનમાં  રાખીને કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકો સતત થઈ રહી હતી, જેમાં ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં સીઈસીની બેઠક બાદ પાર્ટી દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં, કોંગ્રેસે આંધ્રપ્રદેશની કુલ ૧૭૫ વિધાનસભા બેઠકો પર ૩૮ ઉમેદવારો ઉભા રાખ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટીએ કઇ સીટ પર કોને ટિકિટ આપી છે તે જાણો.

આંધ્રપ્રદેશ વિધાનસભાની ૧૭૫ સીટો માટે ૧૩ મેના રોજ મતદાન થશે. જેના પરિણામો લોક્સભાની સાથે ૪ જૂને જાહેર કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોક્સભાની ૬ અને વિધાનસભાની ૧૨ બેઠકોની યાદી બહાર પાડી હતી. લોક્સભા ચૂંટણી માટે મતદાન ૧૯ એપ્રિલે શરૂ થયું હતું. સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન થશે અને ૪ જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થયું હતું, જ્યારે કુલ ૫૪૩ બેઠકોમાંથી ૧૦૨ બેઠકો પર ૧૯ એપ્રિલે મતદાન થયું હતું.