ગાંધીનગર,સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓએ અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. ૨૨,૦૪,૫૬૦ નો મુદ્દામાલ કબજે કરીને હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. તપાસમાં દારૂનો આ જથ્થો વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
એસએમસીના અધિકારીઓ માહિતીને આધારે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ધાનપ પાટીયા બ્રિજ પાસેથી દારૂ લઈને જતો ટ્રક અટકાવ્યો હતો. જેમાંથી પોલીસને રૂ, ૧,૮૩,૧૬૦ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. ૨૨,૦૪,૫૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે હરિયાણાના માહુનખાન ડી. ખાન અને નઈમ ટી. ખાનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ફરીદ આમીન ખાન, હરીશ એ.ખાન, વોટ્સએપ પર દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો વિરૂધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. એસએમસીના પી.આઈ આર.એસ.પટેલ તથા તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.