અમદાવાદ,
રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે કોંગ્રેસનાં અન્ય સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો છે.
ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
ભગાભાઇનાં રાજીનામા બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ડો. મનીશ દોશીએ અનેક પ્રશ્ર્નો પૂછ્યા હતા કે, કોંગ્રેસનાં કાર્યર્ક્તા અને શિર્ષ નેતૃત્વ પણ તેમની સાથે ઉભુ હતુ. ભગાભાઇ ખુલાસો કરવો પડશે કે, તેમને તકલીફ શું હતી. કાર્યકરોની મહેનત અને જનતાએ મુકેલા વિશ્ર્વાસ પછી તેઓ કેમ છોડીને જઇ રહ્યા છે તેઓેએ જણાવવું જોઇએ.
ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા અને ભગવાનભાઇ બારડનાં રાજીનામા બાદ સુખરામ રાઠવાના રાજીનામાની વાત ચર્ચાઇ રહી હતી તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ તેવી સંભાવના ચર્ચાઇ રહી હતી. આ અંગે સુખરામ રાઠવા સ્પષ્ટતા કરી છે. રાજીનામાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાએ જણાવ્યુ છે કે, સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી ના જાય. મોહનસિંહ રાઠવા અમારા વરિષ્ઠ નેતા છે અને મારા સંબંધી પણ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર કોંગ્રેસમાંથી ગયા છે. તેઓ અમને માર્ગદર્શન આપતા હતા