વોશિગ્ટન,ઈઝરાયલ અને અમેરિકાની મિત્રતા બહુ જૂની છે. પરંતુ બાઈડેન પ્રશાસન યહૂદી દેશની એક સૈન્ય ટૂકડી પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. પહેલીવાર અમેરિકા ઈઝરાયલ વિરુદ્ધ આ કાર્યવાહી કરી રહ્યું છે.
એક્સિયસના રિપોર્ટ મુજબ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન જલ્દીથી ઈઝરાયલી સૈન્ય ટૂકડી નેત્જાહ યેહુદા પર પ્રતિબંધનું એલાન કરી શકે છે. આ સૈન્ય ટૂકડી પર વેસ્ટ બેક્ધમાં માનવઅધિકાર ઉંલ્લંઘનનો આરોપ છે. હવે અમેરિકા આ ટૂકડીને તાલીમ નહી આપે, એવું કહેવાય છે.હવે આ ટૂકડી અમેરિકાના શોનો ઉપયોગ નહી કરી શકે. ૧૯૭૭માં અમેરિકાના સેનેટર પેટ્રિક લિયાહીએ એક કાનૂનનું પ્રારૂપ બનાવ્યું હતું. જેમાં જો કોઈ સેન્ય અથવા પોલીસ ટૂકડી પર માનવઅધિકાર ઉંલ્લંઘનનો આરોપ લાગે તો તેને અમેરિકાની સેના ટ્રેનિંગ કે હથિયાર આપતી નથી.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં વરસાદી તાંડવ, શહેરો ડૂબ્યાં, ૬૦થી વધુના મોત નિપજયાં
નેતન્યાહૂએ કહ્યું કે આવા સમયે જ્યારે અમારા જવાન આતંકવાદીઓ સામે જંગ લડી રહ્યા છે તેવામાં ઈઝરાયલી સેનાની ટૂંકડી વિરુદ્ધ એક્શન લેવા નૈતિક્તાની વિરૂદ્ધ છે. અમારી સરકાર આ રીતના પગલાની વિરૂધ દરેક રીતે ઉભી રહેશે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આઈડીએફની અન્ય ટૂકડીઓ અને પોલીસ વિરૂધ પણ અમેરિકાએ તપાસ કરાવી હતી. જેની પર કોઈ કાર્યવાહી નહી કરાય.