મુંબઈ, ૩૮ વર્ષીય દિનેશ કાર્તિક આઇપીએલ ૨૦૨૪માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. દિનેશ કાર્તિક અત્યાર સુધી આક્રમક બેટિંગ કરીને ટીમ માટે રન બનાવવામાં સફળ રહ્યો છે અને રોયલ ચેલેન્જર બેંગ્લોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આ મેચ દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
૩૮ વર્ષીય દિનેશ કાર્તિક આઇપીએલના સૌથી વૃદ્ધ ખેલાડીઓમાંથી એક છે. દિનેશ કાર્તિકે વર્ષ ૨૦૦૮માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચ દિનેશ કાર્તિકની આઈપીએલ કારકિર્દીની ૨૫૦મી મેચ છે.
દિનેશ કાર્તિક આઇપીએલમાં ૨૫૦ મેચ રમનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. દિનેશ કાર્તિક સિવાય માત્ર રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીએ આ સિદ્ધિ મેળવી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલમાં સૌથી વધુ ૨૫૬ મેચ રમી છે. જ્યારે રોહિત શર્માએ ૨૫૦ મેચોમાં ભાગ લીધો છે. દિનેશ કાર્તિકના નામે પણ હવે ૨૫૦ મેચ છે. વિરાટ દિનેશ કાર્તિક ના આ રેકોર્ડથી વિરાટ કોહલી હજુ દૂર છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલીએ તેની આઇપીએલ કરિયરમાં અત્યાર સુધી કુલ ૨૪૫ મેચ રમી છે. આ સિઝનમાં આરસીબી તરફથી રમતા વિરાટ કોહલી આઇપીએલની ૨૫૦ મેચ પણ પૂરી કરી શકે છે. વિરાટ કોહલી પાસે ૨૫૦ આઇપીએલ મેચ રમનાર ચોથો ભારતીય ખેલાડી બનવાની તક છે. પાંચમા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ છે. રવિન્દ્ર જાડેજાએ તેની આઇપીએલ કરિયરમાં અત્યાર સુધી ૨૩૨ મેચ રમી છે
દિનેશ કાર્તિકની આઇપીએલ કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઘણા વર્ષો સુધી કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ પણ કરી છે. દિનેશ કાર્તિકે અત્યાર સુધી આઇપીએલમાં ૨૬.૬૪ની એવરેજથી ૪૭૪૨ રન બનાવ્યા છે. કાર્તિકે તેની આઇપીએલ કારકિર્દીમાં ૨૨ અડધી સદી ફટકારી છે. વર્ષ ૨૦૨૪માં દિનેશ કાર્તિક જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે.