દુર્રાનીએ રાખી સાવંત પર તેનો અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો

મુંબઇ,એક્ટ્રેસ અને બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંત ફરીએકવાર પોતાના પૂર્વ પતિ આદિલ દુર્રાની સાથે વિવાદમાં ફસાઈ છે. થોડા દિવસો પહેલા આદિલે બિગ બોસ ૧૨ ફેમ સોમી દુર્રાની સાથે બીજા વખત લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણે રાખી સાવંત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આદિલે દાવો કર્યો હતો કે, રાખી સાવંત લોકોના પૈસા ચોરે છે. જોકે, આદિલે હવે વધુ એક મોટો આરોપ લગાવ્યો છે અને રાખી સાવંત પર કેસ દાખલ કર્યો છે. હાલમાં જ આદિલ દુર્રાનીએ રાખી સાવંત પર તેનો અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલે રાખી સાવંત સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે અને આગોતરા જામીનની માંગ કરી છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય અને ધરપકડથી બચવા માટે રાખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

આદિલ દુર્રાનીએ પોતાની એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે રાખી સાવંતે તેનો અશ્લીલ વીડિયો લીક કર્યો છે. આ કેસમાં રાખી સાવંતની પણ ધરપકડ થઈ શકે છે, જેનાથી બચવા તેણે બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હવે તેણે પોતાની છેલ્લી આશા તરીકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

રાખીની અરજી પર હવે ૨૨ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હવે જોવાનું એ રહે છે કે તેને ધરપકડમાંથી રાહત મળશે કે પછી તેને જેલનો સામનો કરવો પડી શકે છે. આદિલની ફરિયાદ બાદ, રાખી વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૦, ૩૪ અને કલમ ૬૭છ (ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્પષ્ટ યૌન સામગ્રી પ્રકાશિત કરવું) હેઠળ

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાખી સાવંતે ટીવી ટૉક શો દરમિયાન આદિલ દુર્રાનીનો વીડિયો ચલાવ્યો હતો. આટલું જ નહીં રાખી સાવંતે તે વીડિયો તે શોના વોટ્સએપ ગ્રુપ પર પણ શેર કર્યો હતો. શોની લિંક શેર કરીને વીડિયો પણ વાયરલ કર્યો હતો. જો કે આ આરોપો પર રાખી સાવંતે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. તેણે કહ્યું હતું કે આ વીડિયો ૫ વર્ષ જૂનો છે અને ખૂબ જ અસ્પષ્ટ છે. રાખીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે વિડિયોની ક્વોલિટી ખૂબ જ નબળી છે અને તેમાં કશું સ્પષ્ટ દેખાતું નથી. રાખી સાવંતે પૂછપરછ દરમિયાન તે સેલિબ્રિટી હોવાનું કહીને પોતાનો ફોન સરેન્ડર કરી દીધો હતો