રાજકોટમાં બરફના ધંધામાં તેજી આવી, દરરોજ ૧૦૦ ટનથી વધારે બરફનું વેચાણ થાય છે

રાજકોટ,ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. સૌ કોઈ ઠંડા પીણા, શેરડીનો રસ અને ગોલા ખાઈને ઠંડક મેળવી રહ્યાં છે. ઉનાળો આવે એટલે બરફની ડિમાન્ડ વધી જાય છે. પરંતુ જેવો જ ઉનાળો પુરો થાય એટલે બરફની માંગ ઓછી થઈ જાય છે અને વેપારીઓના ધંધા ઠપ્પ થઈ જાય છે. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ જતા રોજનો લાખો કિલો બરફ વેચાઈ રહ્યો છે.

રાજકોટમાં ગરમીનો પારો વધતા ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે.ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વયું છે.એટલે અત્યારે માર્કેટમાં બરફની માંગ વધી ગઈ છે.રસ અને ગોલાના વેપારીઓ અત્યારે જથ્થાબંધ બરફની ખરીદી કરી રહ્યાં છે. ભાગ્યોદય આઈસ ફેક્ટરીના માલિક વિશાલભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. જેની સામે બરફની ડિમાન્ડ પણ એટલી જ વધી ગઈ છે. પરંતુ ઉનાળો પુરો થાય એટલે બરફની ખપત પુરી થઈ જાય છે.

વિજયભાઈએ આગળ જણાવ્યું હતું કે, અત્યારે દરરોજનું ૧૨૦થી ૧૨૫ ટન જેટલો બરફ બની રહ્યો છે.પણ જેટલી દર વર્ષે ડિમાન્ડ હોય એટલી ડિમાન્ડ અત્યારે બજારમાં નથી જેથી ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. માર્કેટમાં આઈસ ફેક્ટરી વધી ગઈ છે. પહેલા લોકોના ઘરોમાં ફ્રીજ ન હતા. તેથી લોકો પાણીમાં બરફનો ટુકડો નાખતા હતા. પરંતુ હવે બધાના ઘરમાં ફ્રીજ આવી ગયા છે. જેથી બરફની માંગ ઘટી ગઈ છે. પહેલા બરફનો ભાવ ૩૫૦ રૂપિયા હતો પણ જે હવે ઘટીને ૩૦૦ રૂપિયા થઈ ગયો છે.

રાજકોટમાં ખાદ્ય બરફ અને એમાં પણ મિનરલ વોટરનો બરફ વધારે વપરાઈ છે. માર્કેટમાં કલરવાળા બરફ પણ મળે છે પણ આ બરફ શ્રાવણ મહિનામાં આઈસ ફેક્ટરીવાળા બનાવે છે. અત્યારે ગોલા, કુલ્ફી અને રસના વેપારીઓની બરફની માંગ વધારે હોય છે. આમ રાજકોટમાં મહત્તમ ૩૮-૪૨ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચતા લોકો ઠંડક મેળવવા માટે રસ, ગોલા અને ઠંડાપીણાનો સહારો લે છે.