મુંબઇ,
દિશા પટાણીએ વધારે પડતાં નખરાં દેખાડવાં ભારે પડી ગયા છે. બહુ ભાવ ખાવાના કારણે એક્તા કપૂરે દિશાને ’કેટિના’ ફિલ્મમાંથી રવાના કરી દીધી છે. હવે એક્તા કપૂરે નવેસરથી કાસ્ટિંગ કરી રહી છે. બોલીવૂડમાં ચાલતી ચર્ચાઓ મુજબ એક્તા કપૂરે ભારે આશાઓ સાથે દિશા પટાણીને સાઈન કરી હતી. આ ફિલ્મનું થોડા દિવસોનું શૂટિંગ પણ થયું હતું. પરંતુ તે પછી દિશાએ નખરાં દેખાડવાં શરુ કર્યાં હતાં.
દિશાએ ફિલ્મમાં પોતાનાં પાત્ર, સંવાદો, કોશ્ર્ચ્યુમ વગેરે બાબતોમાં વધારે પડતું માથું મારવા માંડયું હતું. એક્તા કપૂરનુુ બાલાજી પ્રોડક્શન હાઉસ અનેક સફળ ટીવી સિરિયલો તથા ફિલ્મો આપી ચૂક્યું છે આથી તેમણે દિશાનાં આ સૂચનો સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો.
આખરે ક્રિએટિવ મતભેદોનું કારણ આગળ ધરી દિશાએ શિડયૂલ પર આવવાનું ટાળવા માંડયું હતું. છેવટે એક્તા કપૂરે પણ ત્રાસી જઈને દિશાને આ ફિલ્મમાંથી પડતી મુકી છે. હવે શ્રદ્ધા કપૂર અથવા તો તારા સુતરિયા સાથે વાત ચાલી રહી છે અને તેમાંનું કોઈ આ ફિલ્મમાં દિશાનું સ્થાન લઈ શકે છે.