મુંબઇ,
કરિના કપૂર ખાનની લેટેસ્ટ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા ભલે લોપ ગઇ પણ તેમાં બેબો બહુ સુંદર દેખાતી હતી. જ્યારે બોલીવૂડના સન્માપાત્ર અભિનેત્રી તબ્બુ આગામી ફિલ્મ દૃશ્યમ ૨માં દેખાશે.તો ક્રિતી સેનન હવે એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ બની ગઇ છે. તમને થશે કે આ કરીના-તબ્બુ અને ક્રિતીની વાત કેમ થઇ રહી છે. તો જવાબ છે કે આ ત્રણેય શોખ હસીનાઓ નવી ફિલ્મમાં એક સાથે હુશ્ર્નનો જાદૂ પાથરવા આવી રહી છે.
તેમની આગામી ફિલ્મનું નામ ધ ક્રૂ છે. મંગળવારે સાંજે એક ફેશન મેગેઝિનના કવર સાથે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. કવર ફોટોશૂટમાં કરીના, તબુ અને ક્રિતી ત્રણેય બ્લેક કલરના આઉટફિટમાં ખૂબ જ ગોજયસ લાગી રહી છે.
કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા વીરે દી વેડિંગ બનાવ્યા બાદ એક્તા કપૂર અને રિયા કપૂર ફરી એકવાર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વખતે કરીના કપૂર ની સાથે ફિલ્મમાં ક્રિતી સેનન અને તબુ હશે.ત્રણ વર્ષ સુધી સપનું સેવ્યું, લખ્યું અને આયોજન કર્યું અને હવે એક્તા કપૂર સાથે મળીને નવેમ્બર મહિનાનું અમારી ડ્રીમ કાસ્ટ સાથેનું ર્જ્રખ્તેૈહઙ્ઘૈટ્ઠનું કવર આવી ગયું છે. ધ ક્રૂમાં કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સેનન જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૩થી શરૂ થશે. ફિલ્મ રાજેશ ક્રિષ્નને લખી છે.
રિપોર્ટનું માનીએ તો, ફિલ્મ એરલાઈન ઈન્ડસ્ટ્રી આધારિત કોમેડી ફિલ્મ છે. કરીના કપૂરે જુલાઈ મહિનામાં જ ફરી એકવાર રિયા કપૂર સાથે કામ કરી રહી હોવાની પુષ્ટિ કરી હતી. જોકે તેણે એ વખતે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. ફિલ્મી પડદે ત્રણેયનો અલગ જાદુ છે. તેમના અભિનય શક્તિ અને મંત્રમુગ્ધ કરતાં વ્યક્તિત્વને લીધે જ તેઓ આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે. દરેકે પોતાના દશકામાં દર્શકોના દિલ પર રાજ કર્યું છે. ધ ક્રૂમાં આ ત્રણેય સિવાય હું બીજા કોઈને કલ્પી નથી શક્તી.એક્તા કે રિયાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર નથી કરી પરંતુ ૨૦૨૩ના અંતે કે ૨૦૨૪ના પ્રારંભમાં ધ ક્રૂ રિલીઝ થવાની સંભાવના છે.