- અપક્ષના તમામ ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિનિહરિફ થયા છે
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છે. ચૂંટણી પહેલા ભાજપની જીત થઈ છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરિફ થયા હોય. સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. સુરત લોકસભા બેઠક બિન હરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. ત્યારે આ ઐતિહાસિક જીત પર ભાજપમાં જશ્નનો માહોલ શરૂ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને તેમને અભિનંદન આપ્યા હતા. ભાજપના લોકસભાના બિનહરિફ ઉમેદવાર મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી.
સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલ બિનહરીફજાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉપર હવે કોઈ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. એક જ ઉમેદવાર બાકી રહ્યા હોવાના કારણે તેઓને બિનહરીફ નિયમો અંતર્ગત કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે.
સુરતમાં બે દિવસથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વન વે જીતી ગયા છે. તેમની સૌથી મોટી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે હતી. બે દિવસ પહેલા કુંભાણીના ચારેય ટેકેદારો ફરી ગયા હતા, અને નિલેશ કુંભાણીનું ફોર્મ કેન્સલ થયું હતું. જેના બાદ ગઈકાલથી આ રાજકીય ઘટનાએ વેગ પકડ્યો હતો. તેના બાદ આજે 8 અપક્ષ ઉમેદવારોએ એક પછી એક ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત કરી હતી. છેલ્લે વાત બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ અડચણ રૂપ બન્યા હતા. આખરે BSPના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યુ હતું. આમ, કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પણ પીછેહટ કરી હતી. જેના બાદ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કરાયા હતા.
સુરતમાં 8 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જેના બાદ માત્ર બીએસપીના એક ઉમેદવાર જ ફોર્મ ખેંચવાના બાકી બચ્યા હતા. તેથી બીએસપીએ પોતાના ઉમેદવાર પ્યારેલાલ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. પ્યારેલાલને ઉમેદવારી પાછા ખેંચવા માટે મળી રહેલી ધમકી અને લોભાવની લાલચને ધ્યાનમાં રાખી પાર્ટી તરફથી પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી. તારીખ 21 એપ્રિલના રોજ સુરત જિલ્લા કલેક્ટર પાસેથી પાર્ટી તરફથી લેખિતમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી. જેમાં લખાયું હતું કે, જુદા જુદા નંબરોથી તેમને ફોન કરી પૈસા આપવાની વાત કરવામાં આવી હતી. ઉમેદવારને જાનમાલની હાનિ થઈ શકે આ માટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરાઈ છે. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા છે અને તેમણે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી છે.
કઈ પાર્ટીના કેટલા સાંસદ બિન હરીફ થયા
આઝાદી બાદ કોંગ્રેસના 20 સાંસદ બિન હરીફ થયા
2 સાંસદ નેશનલ કોન્ફ્રેન્સના બિન હરીફ થયા
2 સાંસદ સમાજવાદી પાર્ટીના બિન હરીફ થયા
1 અપક્ષ ઉમેદવાર બિન હરીફ થયા
ભાજપનો કોઈ પણ ઉમેદવાર લોકસભામાં બિન હરીફ નથી થયો
લોકસભામાં બિન હરીફ
સુરતમાં ભાજપનો ઉમેદવાર બિન હરીફ જાહેર થતા ઈતિહાસ સર્જાયો છે. ભાજપ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિન હરીફ જીત્યું છે. અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં 28 સાંસદ બિન હરીફ જીત્યા છે. સૌથી વધારે જમ્મુ-કાશ્મીરમાં સાંસદ બિન હરીફ જીત્યા છે. ત્યારે હવે સુરત બેઠક પર ભાજપની આ જીત ઐતિહાસિક ગણાવી શકાય.