ગોધરા, શ્રમ આયુકત અધિકારી એમ.જે.સોનીએ હાલોલ પાનેલાવની બરોડા એગ્રો કેમિકલ્સ લિ.અને સંસ્થાના માલિક ભાનુ ક્રિષ્ણા વોરા રઘુવાલા પંડ્યાલાલને આપેલી નોટિસમાં જણાવ્યુ કે, અરજદાર રમેશભાઈ કાળીદાસ પટેલની તેમની ગ્રેજયુઈટીની રકમ રૂ.88,260/-અને તે રકમ પર તા.13 જાન્યુ.2013થી ગ્રેજયુઈટી રકમ તેટલા સમય સુધી 10 ટકા સાદા વ્યાજ સહિતની રકમ સમય મર્યાદામાં ચુકવવાનો હુકમ તા.12 ઓકટો.2023ના રોજ કર્યો છતાં અરજદારને રકમ ન ચુકવતા ગ્રેજયુઈટી ચુકવણી અધિનિયમ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. આમ અરજદાર રમેશભાઈ પટેલને ગ્રેજયુઈટી રકમ ઈરાદાપુર્વક ચુકવવાનુ ટાળ્યુ હોવાથી કંપની તથા કંપનીના માલિક સામે ફોજદારી રાહે કાર્યવાહી શા માટે ન કરવી ? તેનો લેખિતમાં ખુલાસો નોટિસની તારીખથી દિન-15માં આપવા જણાવ્યુ છે. જો સમય મર્યાદામાં ખુલાસો નહિ કરાય તો કંઈ પણ કહેવા માંગતા નથી તેમ માનીને એક પક્ષિય રીતે ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરાશે તેમ નોટિસમાં જણાવ્યુ છે.