કાલોલ, કાલોલ તાલુકાના અંબાલા ગામે મહાદેવ ફળિયામાં રહેતી 21 વર્ષિય યુવતિ તા.18 એપ્રિલની રાત્રિએ કોઈને કહ્યા વગર કયાંક ચાલી ગઈ હોવાથી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પામી હતી તે યુવતિએ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી આપધાત કરી લેતા યુવતીનો મૃતદેહ ગોધરા તાલુકાના કાબરીયા ગામે નર્મદા કેનાલમાંથી મળી આવતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કાબરીયા ગામે નર્મદા કેનાલમાંથી ધમિષ્ઠાબેન સુરેશભાઈ રાઠોડ(ઉ.વ.21)નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતિ ધમિષ્ઠાબેન કાલોલ તાલુકાના અંબાલા ગામે રહેતી હોય તા.18 એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાના ધરેથી કોઈને કહ્યા વગર ધરેથી ચાલી જઈ ગુમ થયેલ હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાઈ હતી. તે યુવતિએ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી મરણ ગયેલ હોય અને મૃતદેહ મળી આવતા આ બાબતે કાંકણપુર પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. ધરેથી નીકળી ગયેલ યુવતિ કયાં કયા કારણોસર આપધાત કર્યો તેની જાણકારી મળી નથી.