શહેરા, શહેરા તાલુકાના મંગલીયાણા ગામે ગોપી તળાવડી પાસે અજાણ્યા વાહન ચાલકે પસાર થતી બાઈકને અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નીપજાવી તેમજ પાછળ બેઠેલ મહિલાને ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મંગલીયાણા ગામે ગોપી તળાવડી પાસેથી બાઈક નં.જીજે-17-સીએમ-3466 લઈને મુકેશભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા(રહે.મજેલાવ, શહેરા)બાઈક પાછળ કૈલાશબેનને બેસાડી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપરથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઈ ચાલક મુકેશભાઈ પટેલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.