ગરબાડાના ભે ગામે બાઈક ચલાવવા બાબતે બે પક્ષો મારમારીમાં હથિયારો ઉછળતા 11ને ઈજાઓ

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે મોટરસાઈકલ ચલાવવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો તકરાર થતાં બંન્ને પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં એક મહિલા સહિત 11 વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ગરબાડાના ભે ગામે ભાગોળ ફળિયામાં તેમજ મધ્યપ્રદેશમાં રહેતાં વજેસીંગભાઈ રામંચદભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.20મી એપ્રિલના રોજ પોતાના ગામમાં રહેતાં અશ્ર્વિનભાઈ ધનજીભાઈ ગણાવા, સુનીલભાઈ ધનજીભાઈ ગણાવા, પ્રકાશભાઈ શનાભાઈ ગણાવા, ઉમેશભાઈ મડીયાભાઈ ગણાવા, રણીયાભાઈ પીધીયાભાઈ ભુરીયા, અમરાભાઈ રણીયાભાઈ ભુરીયા, દીલીપભાઈ ઉર્ફે દીલુ રણીયાભાઈ ભુરીયા, નરેશભાઈ ભારતાભાઈ ભુરીયા, અનેસીંગ ઉર્ફે અનેશ ભારતાભાઈ ભુરીયા, કાજુ ઉર્ફે કાજી ભારતાભાઈ ભુરીયા, મિથુન ઉર્ફે કાનો બાબુભાઈ ભુરીયા, માવજીભાઈ પીદીયાભાઈ ભુરીયા, કલ્પેશભાઈ માવજીભાઈ ભુરીયા, કથડાભાઈ પીદીયાભાઈ ભુરીયા, વિજયભાઈ કથડાભાઈ ભુરીયા, રેમાબેન બાબુભાઈ ભુરીયા, મીલાબેન ભારતાભાઈ ભુરીયા, સાજીબેન ઉર્ફે શારદાબેન ધનજીભાઈ ગણાવાનાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં કુહાડી, લાકડીઓ, લોખંડનો સળીયો લઈ દોડી આવી બેફામ ગાળો બોલી મોટરસાઈકલ ચલાવવા બાબતની અદાવત રાખી વજેસીંગભાઈ, પરેશભાઈ નરસીંગભાઈ ભુરીયા, કાળીયાભાઈ કશનાભાઈ ભુરીયા, રાજેશભાઈ મનજીભાઈ ભુરીયા, મુકંદર ઉર્ફે કિશનભાઈ ગજીયાભાઈ ભુરીયા, અબ્દુલભાઈ વજેસીંગભાઈ ભુરીયા, રમેશભાઈ વાલાભાઈ ભુરીયા વિગેરે હુકાડીની મુદર વડે, લાકડી વડે તેમજ લોખંડના સળીયા વડે માર મારી શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી વજેસીંગભાઈના ઘર પર પથ્થર મારો કરી નળીયા તથા સિમેન્ટના પતરા તોડી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

જ્યારે સામાપક્ષેથી ગરબાડાના ભે ગામે ભાગોળ ફળિયામાં રહેતાં માવજીભાઈ પીધીયાભાઈ ભુરીયાએ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના ગામમાં રહેતાં વજેસીંગભાઈ રાયસીંગભાઈ ભુરીયા, રમેશભાઈ વાળાભાઈ ભુરીયા, પરેશભાઈ નરસીંગભાઈ ભુરીયા, અબ્દુલભાઈ વજેસિંગભાઈ ભુરીયા, કાળિયાભાઈ કસનાભાઈ ભુરીયા, રાજેશભાઈ મનજીભાઈ ભુરીયા, રાહુલભાઈ દિનેશભાઈ ભુરીયા, મહેન્દ્રભાઈ કનીયાભાઈ ભુરીયા, સીંગાભાઈ વાલાભાઈ ભુરીયા, શૈલેષભાઈ વરસીંગભાઈ ભુરીયા, વિનોદભાઈ મલજીભાઈ ભુરીયા, લાલુભાઈ કસનાભાઈ ભુરીયા, અજયભાઈ કાળીયાભાઈ ભુરીયા, મનેશભાઈ વરસીંગભાઈ ભુરીયા, રામાભાઈ કનીયાભાઈ ભુરીયા, મેહુલભાઈ દિનેશભાઈ ભુરીયા, નન્નુભાઈ કમજીભાઈ ભુરીયા, વિક્રમભાઈ જવસીંગભાઈ ભુરીયા, મહેશભાઈ ખેલીયાભાઈ ભુરીયા, વરસીંગભાઈ રાયચંદભાઈ ભુરીયા તથા હરેશભાઈ રમેશભાઈ ભુરીયાનાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં પાઈપ, લાકડી તેમજ હાથમાં પથ્થરો લઈ માવજીભાઈ ઘરે દોડી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી મોટરસાઈકલ ચલાવવા બાબતે અદાવત રાખી માવજીભાઈ, કથડાભાઈ પીદીયાભાઈ તથા સનાબેન પરેશબાઈ વહોનીયાને પાઈપ વડે, લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી માવજીભાઈ તથા તેમની સાથેના વ્યક્તિઓના ઘર પર પથ્થર મારો કર્યો હતો.

આમ, બંન્ને પક્ષો દ્વારા ગરબાડા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.