મહીસાગર જીલ્લા ચુંટણી અઘિકારીના અધ્યક્ષ સ્થાને વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

  • મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડીસ્કાઉન્ટ તેમજ તેમનુ સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજીત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યા.

મહીસાગર, લોકસભા સામાન્ય ચુંટણી-2024નું મતદાન 7મી મેના રોજ યોજાનાર છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લા ચુંટણી અઘિકારી નેહાકુમારી દ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર અનેક કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે.

જે અંતર્ગત વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જીલ્લાની ઉદ્યોગ કચેરી, શ્રમ આયુક્ત કચેરી, જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત વિવિધ વિભાગો દ્વારા મતદાનના દિવસે કામદાર વર્ગને મતદાન માટે રજા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગકારો અને સંસ્થાઓની મહત્તમ મતદાન માટે મતદાન જાગૃતિ માટે યોગદાન આપે તે માટે સૂચનો મેળવી પરિણામલક્ષી કામગીરી માટે જણાવવામાં આવ્યું.

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાઓની સહભાગીતા આવશ્યક છે. જે અનુસાર જુદા જુદા વ્યવસાયકારોને તેમની વ્યવસાયના સ્થળે સેલ્ફી પોઇન્ટ, બેનર, સ્ટીકર તથા સ્ટેમ્પીંગ સ્લોગન લગાવવા તથા 5ત્રિકાઓ પ્રદર્શિત કરવા અને મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડીસ્કાઉન્ટ તેમજ તેમનુ સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજીત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ.મનાત, જીલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા , જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.