મહિસાગર જીલ્લા કલેકટર દ્વારા મતદારોને ઉત્સાહભેર સહભાગી થતાં અપીલ

  • મતદારોને મતદાન મથક પર ઓળખ સંબધી અગવડ ન પડે તે માટે મહીસાગર જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની ખાસ માર્ગદર્શિકા.
  • આંગણે આવેલા લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બનવા અપીલ.

લુણાવાડા, લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં 7 મી મે 2024ના રોજ મતદાન થવાનું છે. ત્યારે મહીસાગર જીલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે મહીસાગર જીલ્લા કલેકટરે મતદાન મથક પર મતદારો શું કાળજી રાખવી તે વિશે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, ચુંટણી કાર્ડથી મતદાન કરી શકાય છે, પરંતુ જો ઓરીજીનલ ચુંટણી કાર્ડ ન હોય તો તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. મતદાર પાસે ચુંટણી કાર્ડ ન પણ હોય તો અન્ય 12 માન્ય આધાર પુરાવાથી પણ મતદાન કરી શકાય છે, તો મતદાન માટે ચુંટણી કાર્ડ અથવા 12 માન્ય પુરાવા (1.આધાર કાર્ડ 2.મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ3. બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક 4.શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ 5.ડ્રાઇવીંગ લાયસન્સ 6.પાનકાર્ડ 7. એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ 8.ભારતીય પાસપોર્ટ 9.ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ 10. કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિ, કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો અને 11.સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો 12. ભારત સરકારના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલ Unique Disability ID(UDID) Card) માંથી કોઈ એક તૈયાર રાખવું જોઈએ. મતદાન મથક પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબધ છે તો ઘરે જ રાખવો સુવિધા જનક રહેશે. મતદારોને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવે છે તે મતદાન મથકની જાણકારી માટે હોય છે તે ઓળખના પુરાવા માટે માન્ય ગણાતી નથી માટે ચુંટણી કાર્ડ અથવા 12 માન્ય પુરાવા સાથે રાખવા જોઈએ. લોકસભા સામાન્ય ચુંટણી 2024 માં 7 મી મે ના રોજ યોજાનાર મતદાનનો સમય સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી નિયત કરેલો છે તો લોકશાહીના આ મહા પર્વમાં પોતાની સુવિધા અનુસાર સમય નક્કી કરી અચૂક મતદાન કરીએ. હિટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખી બપોરના સમયે સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો મતદાનના દિવસે સરકારી રજાનો દિવસ હોય છે, ઉપરાંત સેક્શન 135 બી આરપી એક્ટ 1951 અનુસાર તમામ દુકાનો, વ્યવસાયિક સંસ્થાનો અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓને ખાસ આગ્રહ છે કે તમારે ત્યાં જે પણ મતદાર હોય તેને મત આપવા માટે રજા જરૂર આપે તો ઉપરોક્ત સૂચનાઓ ધ્યાનમાં રાખી આપણે સૌ મતદાનની ફરજ અચૂક નિભાવીએ અને લોકશાહીના અવસરને ઉજવીએ.