શહેરા ધાંધલપુરમાં યુવાનની હત્યામાં પોલીસે આરોપીની ધરપકડ કરી ધટના સ્થળની મુલાકાત લીધી

શહેરા, શહેરાના ધાંધલપુર ગામ ખાતે 30 વર્ષીય યુવાનની થયેલી હત્યામાં પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. બનેલ ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

શહેરા તાલુકાના ધાંધલપુર ગામ ખાતે શનિવારના રોજ નજીવી બાબતે થયેલ ઝઘડામાં 30વર્ષીય યુવાન નું ગળું દબાવાથી મોત થતા પોલીસે જીતેન્દ્ર અને તેની માતા રેખા પટેલના વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન જીતેન્દ્ર પટેલ અને રેખા પટેલ મળી આવતા ધરપકડ કરીને પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ સાથે વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ મથક ખાતે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને પ્રવીણ પટેલની હત્યા કરનાર માતા અને પુત્રને ગોધરા સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જોકે, આ બનેલા બનાવને લઈને નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલ એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.