બ્રિટને તાઈવાનની સાથે કોઈ પણ પ્રકારના સત્તાકીય કરાર કરવા જોઈએ નહીં.

લંડન,
બ્રિટનના વાણિજ્ય મંત્રી ગ્રેગ હેન્ડસની બે દિવસીય તાઈવાન મુલાકાતને મુદ્દે ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને કહ્યુ છે કે બ્રિટન ’વન ચાઈના પોલિસી’નુ ઉલ્લંઘન કરી રહ્યુ છે. બ્રિટિશ મંત્રી હેંડસ મંગળવારથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય વિભાગના વાષક સંમેલનની સહ-મેજબાની કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન સાથે મુલાકાત પણ કરશે. રાજકીય અને આથક બંને પરિપ્રેક્ષ્યથી ગ્રેસ હેંડસની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ જણાવાઈ રહી છે. કોવિડ-૧૯ મહામારી બાદ પહેલીવાર બ્રિટનના કોઈ મંત્રી તાઈવાનના પ્રવાસે છે. કોઈ ઉચ્ચ સ્તરીય બ્રિટિશ મંત્રીની આ પહેલી તાઈવાન યાત્રા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યુ કે બ્રિટને તાઈવાનની સાથે કોઈ પણ પ્રકારના સત્તાકીય કરાર કરવા જોઈએ નહીં.

બ્રિટનની અર્થવ્યવસ્થા અત્યારે મંદીમાંથી પસાર થઈ રહી છે. બ્રિટનમાં મોંઘવારી આસમાને છે. આ કારણ છે કે લિઝ ટ્રસે ૪૫ દિવસમાં જ રાજીનામુ આપી દેવુ પડ્યુ. દરમિયાન નવા વડાપ્રધાન ૠષિ સુનક સમક્ષ કેટલાય આથક પડકારો છે. બ્રેક્ઝિટથી નીકળ્યા બાદ બ્રિટન પ્રશાંત મહાસાગર વિસ્તારમાં પોતાનો વ્યાપારિક સંબંધ સ્થાપિત કરવા ઈચ્છે છે.

બ્રિટન અને તાઈવાન બંને ગ્લોબલ ટેકનોલોજીમાં અવ્વલ દેશ છે તેથી આ ટેકનોલોજીના નવા યુગમાં તાઈવાન બ્રિટનનો મહત્વપૂર્ણ સહયોગી દેશ હોઈ શકે છે. બ્રિટનના વાણિજ્ય મંત્રીના આ પ્રવાસથી સેમીકંડક્ટર્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ સામાનોની સપ્લાય ચેઈનને નક્કી કરવામાં મદદ મળશે. જેનાથી બ્રિટનની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવામાં મદદ મળશે.