પંચમહાલની આશાફેસીલેટર અને આશા બહેનોના માનદ્દ વેતનમાં 2022-2023માં થયેલ વધારો ચુકવવામાં જીલ્લા આરોગ્ય અધિકારી વિલંબ કરતાં હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને રજુઆત

ગોધરા, પંચમહાલ જીલ્લાના આશા ફેસીલેટર અને આશા બહેનોને વર્ષ 2022-2023માં માનદ્દ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આશા ફેસીલેટરના 2000/-તથા આશા બહેનોના 2500/-રૂા. પ્રતિમાસ ચુકવણી કરવાના 10 માસથી બાકી છે. જીલ્લા આરોગ્ય અધિકારી દ્વેશભાવ રાખીને ચુકવણીમાં વિલંબ કરતા હોય તેવા આક્ષેપ સાથે આશા ફેસીલેટર અને આશા બહેનો દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી.

પંચમહાલ જીલ્લાના આશા ફેસીલેટર અને આશા બહેનોના વર્ષ 2022-2023માં માનદ્દ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આશા ફેસીલેટરને 2000/-રૂા. અને આશા બહેનોને 2500/-રૂા. વધારો થયેલ છે. છેલ્લા 13 માસથી માનદ્દ વેતનમાં કરેલ વધારો ચુકવવામાં આવ્યો નથી. જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા દ્વેશભાવ રાખીને ચુકવણી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. જીલ્લાની આશા ફેસીલેટર અને આશા બહેનોને ઈન્સેટીવ 50 ટકા માનદ્દવેતન પણ ચુકવણી કરાઈ નથી. તે પંચમહાલ જીલ્લાનાી આશા ફેસીલેટર અને આશા બહેનોના 2022માં એક મહિનાની હડતાળ કરેલ સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગીય એફ.એસ.ડબલ્યુ, ઓપેરટેર, સુપરવાઈઝર હડતાળ ઉપર હતા. તેમની સાથે આશા ફેસીલેટર અને આશા બહેનોએ પણ હડતાળ કરી હતી. સરકાર દ્વારા તમામની માંગણી સ્વીકારેલ હતી. ફરજ ચાલુ કરવા જણાવેલ જેથી ફરજ ચાલુ કરેલ હતા. મહેનતાણા બાબતે ગુજરાત સરકાર દ્વારા કોઇનો પગાર કપાત કરવાનો હુકમ કરેલ નથી. તેવા કર્મચારીઓને પગાર ચુકવી દીધેલ છે. ફકત આશા ફેસીલેટર અને આશા બહેનોના જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મનસ્વી રીતે સપ્ટેમ્બર 2022ના પગાર અને માનદ્દવેતન ચુકવણી કરવા કાર્યવાહી કરેલ નથી.

આ બાબતે ગાંધીનગર આરોગ્ય કમિશ્ર્નરને રૂબરૂ મળીને પગાર કપાતનો હુકમ માંગતા પગાર કપાતનો કોઈ હુકમ કરેલ નથી. તેમ જીલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલને અવારનવાર રજુઆત કરવા છતાં જણાવેલ કે, કામગીરી કરેલ નથી. હડતાળ કરેલ છે. જેથી પગાર મળશે નહિ અને કોઈને પગાર ચુકવું નહિ તેવો મૌખિક જણાવેલ છે. યોગ્ય નિર્ણય લઈ માર્ચ મહિનાનું હિસાબી વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યારે ચુકવણી કરવામાં આવે પંચમહાલ જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આશા ફેસીલેટર અને આશા બહેનો સાથે ઓરમાયું વર્તન દ્વેષભાવ રાખી માનદ્દવેતન અને મળતા લાભ સમયસર ન મળે તેવા પ્રયત્નો કરેલ છે. તેવા આક્ષેપ સાથે પંચમહાલ જીલ્લા કલેકટરને આરોગ્ય અધિકારી પંચમહાલ જીલ્લા સામે ધટતી ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજુઆત કરાઈ છે.