હાલોલના શિવરાજપુર પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર 4ને ઈજાઓ

હાલોલ, હાલોલના શિવરાજપુર પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર 4 વ્યકિતઓને ઈજાઓ પહોંચતા 108 દ્વારા હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના શિવરાજપુર પાસે બોડેલી થી ડીસા જતી બસના ચાલકે ટ્રેકટરને ટકકર મારી હતી. ટકકર મારતાંં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર ચાર વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં શૈલેષભાઈ મલાભાઇ પરમારને માથાના ભાગે ગંંભીર ઇજાઓ થવા પામી હતી. પ્રકાશ પ્રભાતસિંહ પરમાર, સરવિન મનાભાઇ તાવિયાડ, અજયભાઇ પ્રવિણભાઇ નાયકને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. એસ.ટી.બસના ચાલક બસ મુકી નાશી ગયો હતો. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માતની ધટનાને લઈ પાવાગઢ પોલીસ ધટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી છે.