
હાલોલ,પાવાગઢની તળેટીમાં આવેલ ખુંદપીર પાસેના જંગલ વિસ્તારમાંથી અજાણી વ્યક્તિનું હાડપિંજર (માનવ કંકાલ) મળી આવ્યું. સ્થાનિક પોલીસ એફએસએલ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી.
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ખુંદપીર પાસેના જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનું માનવ કંકાલ (હાડપિંજર) જોવા મળ્યું હતું. જેમાં બનાવ અંગેની જાણ હાલોલ રૂરલ પોલીસને થતા પોલીસ મથકના અધિકારી સહિત પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળની તપાસ હાથ ધરી હતી અને બનાવની જાણ હાલોલ મામલતદાર તેમજ એફએસએલની ટીમને કરી હતી. જેમાં ઘટના સ્થળે કેટલાય દિવસ પહેલાનો સંપૂર્ણ ડી-કમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં માનવ કંકાલ કહી શકાય તેમ માત્ર કોઈ માનવનું હાડપિંજર સ્થળ પર પડેલું હતું અને મરણ જનાર કોઈ અજાણી વ્યક્તિ વ્યક્તિનું કેટલાય દિવસ પહેલા આ સ્થળે કોઈ કારણોસર મૃત્યુ થયું હોવાનું અને જંગલ જેવા સુમસામ એકાંત વિસ્તારમાં કેટલાય દિવસોથી તેનો મૃતદેહ પડેલો હોય કોઈની નજરમાં ન આવવાના કારણે આટલા દિવસોમાં આ મૃતદેને કોઈ જંગલી કૂતરા કે અન્ય પશુ પક્ષી કે જાનવરો ફાડી ખાઈ ગયા હોવાના કારણે માત્ર હાડપિંજર જ રહ્યું હોવાનું હનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં બનાવની જાણ ઘટના સ્થળે દોડી આવેલ મામલતદારે ઘટના સ્થળની તપાસ કરી મૃતદેહની અને તેના હાડપિંજરની તપાસ કરી પંચક્યાસ કર્યો હતો જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી તેને આગળની વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે સ્થાનિક રૂરલ પોલીસની ટીમે પણ ઘટના સ્થળની ઝીણવડબરી હાથ ધરી હતી અને મળી આવેલ કોઈ અજાણ્યા માનવના કંકાલ હાડપિંજરને ઘટના સ્થળ પરથી હટાવવાની શક્યતા ન હોવાના કારણે ઘટના સ્થળે જ જરૂરી કાર્યવાહી બાદ હાલોલ મામલતદાર અને એફએસએલની ટીમની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે હાલોલ રૂરલ પોલીસે બનાવને અનુલક્ષીને રૂરલ પોલીસ ચોપડે અકસ્માત મોત અંગેની નોંધ કરી મૃતક વ્યક્તિ (માનવ) કોણ છે, ક્યાંનું છે અને કયા સંજોગોમાં તે આ સ્થળે આવીને મોતને ભેટ્યું અને કયા કારણોસર તેનું મોત થયું જેવા અનેક પ્રશ્નો અને રહસ્યને ઉકેલવા માટે હાલોલ રૂરલ પોલીસે આગળની વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.