ચૂંટણી ઓબ્ઝર્વરઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ખેડા લોકસભા ઉમેદવારોની બેઠક યોજાઈ

  • હરીફ ઉમેદવારોને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પ્રતીક ફાળવણી કરી ચૂંટણીલક્ષી પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા

નડિયાદ, ચૂંટણી જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા (આઈએએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર ભાસ્કર કલ્લરૂં (આઈઆરએસ) તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હરીફ ઉમેદવારોને પ્રતીક ફાળવણી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં, આજે તા. 22-04-2024ના રોજ ઉમેદવારી પત્ર પાછા ખેચવાની છેલ્લી તારીખે એક પણ ઉમેદવારી પત્ર પરત ન ખેંચવામાં આવતા કુલ 12 હરીફ ઉમેદવારોની હાજરીમાં તેમની પ્રતિકની માંગણીને ચૂટંણીપંચની જોગવાઈ મુજબ ફાળવણી કરવામાં આવી હતી.

કુલ 12 ઉમેદવારોમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી કાળુસિંહ રઈજીભાઈ ડાભીને હાથ, ભારતીય જનતા પાર્ટીમાંથી દેવુંસિંહ જેસિંગભાઈ ચૌહાણને કમળ, બહુજન સમાજ પાર્ટીમાંથી ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવને હાથી, ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દીરાદેવી હીરાલાલ વોરાને બિસ્કીટ, રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી ઈમરાનભાઈ બીલાલભાઈ વાંકાવાલાને પ્રેશર કુકર, ભારતીય જન પરીષદ માંથી કમલેશભાઈ પોપટભાઈ પટેલને ભૂંગળવાજૂ, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયાને એર ક્ધડીશનર, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીમાંથી અનિલકુમાર ભાઈલાલાભાઈ પટેલને હીરો, ભારતીય જનનાયક પાર્ટીમાંથી સૈયદ કાદરી મોહમ્મદ સાબિરને ઓટોરીક્ષા અને અપક્ષમાંથી ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલને કીટલી, હિતેશકુમાર પરસોતમભાઈ પરમારને બેટ તથા સંજયકુમાર પર્વતસિંહ સોઢાને ડોલ પ્રતિકોની ફાળવણી કરવામાં આવી છે.

હરીફ ઉમેદવારોની આ બેઠકમાં આગામી સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવામાં આવનાર મોડલ કોડ ઓફ ક્ધડક્ટ, ખર્ચ બાબતે તથા મતદાન બૂથ મેનેજમેન્ટ બાબતે ઉમેદવારોને માહિતિ આપવામાં આવી હતી. ઉમેદવારોએ ચૂંટણીમાં પાલન કરવામાં આવનાર મોડલ કોડ ઓફ કનડક્ટ અંતર્ગત પ્રચાર-પ્રસાર, વાહન-વ્યવાર ઉપયોગ, રેલી આયોજન, કેમ્પેઈન ઓફીસ, લાઉડ સ્પીકરનો ઉપયોગ, ગેસ્ટ હાઉસ રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સાથે જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ રજીસ્ટર નિભાવ, ખર્ચનાં પ્રકારો, મહત્તમ ખર્ચની રકમ, હિસાબો અને ખર્ચને લઈ મુંઝવતા પ્રશ્નો વિશે જરૂરી સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે 17-ખેડા લોકસભા બેઠક માટે નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના પાલન દ્વારા કોઈ એક પક્ષ કે પાર્ટીનાં પદ કે પાવરના દુરઉપયોગને અટકાવી શકાય છે અને સમગ્ર ચૂંટણી પક્રિયામાં પારદર્શિતા આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ જગ્યાએ આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘન બાબતે ઈદશલશહ આાના ઉપયોગથી ફરિયાદ કરી શકાશે અને ફક્ત 100 કલાકમાં જ આ ફરિયાદનો નિકાલ કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, ચૂંટણી ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.