લગભગ ૩,૪૦૦ મેઇલ-ઇન મતપત્રોને ખોટી માહિતી, ગુમ થયેલ તારીખો અથવા ગુમ થયેલ ગોપનીયતા પરબિડીયાઓને કારણે નકારી કાઢવાનુ જોખમ છે.
વોશિગ્ટન,
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ડેટ્રૉઈટને મોટી સંખ્યામાં ’ગેરહાજર મતપત્રની સ્થિતિ’નો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં નથી આવી રહી. તેમની પોતાની સોશિયલ મીડિયા એપ ટૂથ સોશિયલ દ્વારા તેમણે આ પરિસ્થિતિને ’ખરેખર ખરાબ’ ગણાવી અને મતદારોને પરિસ્થિતિનો વિરોધ કરવા કહ્યુ હતું.
ટ્રમ્પે ટૂથ સોશિયલમાં કહ્યુ કે, ’ડેટ્રૉઇટમાં ગેરહાજર મતપત્રની સ્થિતિ ખરેખર ખરાબ છે. લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે ’માફ કરશો, તમે પહેલાથી જ મતદાન કરી દીધુ છે.’ આવુ ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં થઈ રહ્યુ છે. ટૂથ સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યુ, વિરોધ, વિરોધ, વિરોધ! ટ્રમ્પે ૨૦૨૦ની યુએસ પ્રમુખપદની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો અને તેને ’મતદાર છેતરપિંડી’ ગણાવી. ટ્રમ્પે કહ્યુ, ’મતદારો સાથે એ જ છેતરપિંડી થઈ રહી છે જે ૨૦૨૦માં થઈ હતી.
તમને જણાવી દઈએ કે ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પછી ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની સામે ચૂંટણીમાં છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યોજયા, એરિઝોના, પેન્સિલવેનિયા અને અન્ય સ્થળોએ તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યુ હતુ તેમ કહ્યા બાદ ટ્રમ્પ સમર્થકોનુ એક જૂથ ઘણા એમિરકી રાજ્યોમાંથી ૨૦૨૦ના રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામોને પ્રમાણિત કરવાનો વિરોધ કરવા માટે યુએસ કેપિટોલમાં પ્રવેશ્યુ હતુ જેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે છેતરપિંડી થઈ હતી.
આ પહેલા ફિલાડેલ્ફિયામાં એક ચૂંટણી અધિકારીને ટાંકીને અહેવાલ સામે આવ્યો હતો કે લગભગ ૩,૪૦૦ મેઇલ-ઇન મતપત્રોને ખોટી માહિતી, ગુમ થયેલ તારીખો અથવા ગુમ થયેલ ગોપનીયતા પરબિડીયાઓને કારણે નકારી કાઢવાનુ જોખમ છે. ફિલાડેલ્ફિયા સિટી કમિશનર્સની અયક્ષા લિસા ડીલીએ આ ઘટનાને પેન્સિલવેનિયાના મતદારો માટે એક વાસ્તવિક દુર્ઘટના તરીકે વર્ણવતા કહ્યુ કે ’તે ખરેખર હજારો મતદારો માટે અયોગ્ય હકાલપટ્ટી દર્શાવે છે.’ વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ યુએસમાં મયવર્તી ચૂંટણી મંગળવારે શરૂ થઈ હતી. લાખો અમેરિકનો વજનિયા, મેરીલેન્ડ અને વૉશિંગ્ટન ડીસીમાં તેમના મતદાન મથકો તરફ પ્રયાણ કર્યુ હતુ.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ દરમિયાન ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પ મયસત્ર ચૂંટણી પછી ટૂંક સમયમાં ત્રીજી વ્હાઇટ હાઉસ ઝુંબેશની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. ટ્રમ્પ તેમના પ્રખ્યાત ’મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ અભિયાન હેઠળ સમર્થન મેળવી રહ્યા છે. સીએનએન મુજબ આ ચળવળ એ માન્યતાની આસપાસ બનાવવામાં આવી છે કે મોટા પ્રમાણમાં શ્ર્વેત, કામદાર વર્ગના રાષ્ટ્રના સાંસ્કૃતિક મૂલ્યો જોખમમાં છે.