સુશાંતના પૂર્વ હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની કોર્ટે એલઓસી રદ કરી

મુંબઇ, દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તેમની વિરુદ્ધ જારી કરાયેલ લુક આઉટ સર્ક્યુલરને રદ કરવા બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ ઘરેલું નોકર સેમ્યુઅલ મિરાન્ડા વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનના લુકઆઉટ સર્ક્યુલરને રદ કરી દીધો છે.

કાયદાકીય કાર્યવાહી દરમિયાન સેમ્યુઅલ મિરાન્ડાને દેશ છોડતા અટકાવવા માટે એલઓસી દાખલ કરવામાં આવી હતી. જો કે, સેમ્યુઅલ મિરાન્ડાએ જવાબમાં રજાઓ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીની યોજનાને ટાંકીને ર્ન્ંઝ્ર રદ કરવા માટે અરજી કરી હતી. હવે મીડિયા અહેવાલો અનુસાર, જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને મંજુષા દેશપાંડેની બોમ્બે હાઈકોર્ટની બેન્ચે દલીલ કરી હતી કે સીબીઆઇ દ્વારા એલઓસી ચાલુ રાખવા માટે કંઈપણ રેકોર્ડ પર લાવવામાં આવ્યું નથી. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અત્યાર સુધી, સીબીઆઈએ કોઈ ચાર્જશીટ અથવા ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો નથી અને સ્વીકાર્યું કે અરજદારે તપાસમાં ભાગ લીધો છે અને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

હાઈકોર્ટની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુસાફરી કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. તેમણે નોંધ્યું હતું કે લૂક આઉટ પરિપત્ર અરજદાર ધરપકડથી બચવા, ટ્રાયલ માટે અનુપલબ્ધ હોવા, ફરાર અથવા અન્ય કોઈ માન્ય કારણ અંગે કોઈ ચિંતા વ્યક્ત કરતું નથી. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે સુશાંતના મૃત્યુ પછી દાખલ કરાયેલ ડ્રગ્સ કેસના સંબંધમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌક અને તેમના પિતા લેફ્ટનન્ટ કર્નલ ઈન્દ્રજીત ચક્રવર્તી સામે જારી કરાયેલ લુક આઉટ પરિપત્રને પણ રદ કર્યો હતો.

નોંધનીય છે કે સુશાંતના નિધન બાદ સેમ્યુઅલ મિરાન્ડાને કાયદાકીય તપાસનો સામનો કરવો પડ્યો હતો અને બાદમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ઓક્ટોબર ૨૦૨૦માં તેને જામીન મળી ગયા હતા. હવે તેને કોર્ટમાંથી રાહત મળી છે અને તેની સામે લુકઆઉટ સર્ક્યુલર રદ કરવામાં આવ્યો છે.