હજુ મરી નથી, જીવતી છુ, લડીશ અને જીતીશ : અભિનેત્રી સામંથા


મુંબઇ,
સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ ફિલ્મ ’યશોદા’ની રિલીઝ પહેલા પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પેજો પર પણ પોતાના જીવન વિશે ઘણી વાતો લખી છે. તમને જણાવી દઈએ કે સામંથા રુથ પ્રભુ હાલમાં માયોસિટિસ નામની એક ગંભીર બિમારી સામે લડી રહી છે. સામંથાએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે -ભલે જીવન ગમે તેટલુ મુશ્કેલ કેમ ના હોય. ઉઠો, તૈયાર થાવ અને આગળ વધો. ઉલ્લેખનીય છે કે સામંથાએ પોતાની બિમારી વિશે સોશિયલ મીડિયા પર જ માહિતી આપી હતી. પરંતુ બિમારીને પોતાના પ્રોફેશનમાં અડચણરુપ બનવા દીધી નથી.

માહિતી મુજબ સામંથ હંમેશા ફિલ્મોમાં તેના ડાયલોગ ડબ કરવા માટે વૉઈસ ઓવર આટસ્ટની મદદ લેતી હતી પરંતુ ફિલ્મ ’યશોદા’માં તેનો પોતાનો અવાજ સામેલ છે. સામંથાએ સેલિબ્રિટી ટીવી એક્ટર સુમાને ઈન્ટરવ્યુ આપતા કહ્યુ- તેલુગુમાં ડબિંગ કરવુ મારા માટે થોડુ મુશ્કેલ હતુ કારણ કે હું ચેન્નાઈની છુ. દરેક કલાકાર પોતાના પરફોર્મન્સને બધુ આપીને પોતાના માટે ડબ કરવા માંગે છે. હું હંમેશા આ ઈચ્છા હતી પરંતુ હવે મને તેલુગુ ભાષા પર મારી પકડનો વિશ્વાસ છે. મે આના પર ઘણુ કામ કર્યુ છે.

સામંથાએ આ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યુ- મારી શારીરિક સમસ્યાઓ અને તેની સારવારે મારા પડકારોને વધુ વધાર્યા છે. જ્યારે હું ફિલ્મ ’યશોદા’ માટે ડબિંગ કરી રહી હતી ત્યારે તે મારા માટે મુશ્કેલ સમય હતો. રિલીઝ ડેટ પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી તે યાનમાં રાખીને મારે મારી બિમારી વચ્ચે તેને ડબ કરવુ પડ્યુ. પરંતુ હું પણ ખૂબ જ જીદ્દી છુ. તેણે આગળ કહ્યુ- એકવાર મે કહી દીધુ હતુ કે હું જ તેને ડબ કરીશ તો હું તે કરવા માંગતી હતી. મને ખુશી છે કે હું તે કરી શકી.

તમને જણાવી દઈએ કે ’યશોદા’ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ એક સરોગેટ માતાના રોલમાં જોવા મળશે જે મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલી સિન્ડિકેટ સાથે લડે છે. સામંથાએ કહ્યુ કે તે ફિલ્મ યશોદાના સંઘર્ષથી જ પોતાની ઓળખ બનાવી શકે છે. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યુ- જ્યારે હું કોઈ પાત્રને સ્વાભાવિક રીતે પસંદ કરુ છુ ત્યારે મને તેમાં કંઈક દેખાય છે. યશોદા મોટા સપનાઓ સાથે સારી શરૂઆતથી આવે છે. હું પણ એવી જ છુ. તે પણ મારી જેમ દ્રઢનિશ્ર્ચયી છે. આ ફિલ્મમાં ’યશોદા’ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે અને લડે છે અને તેમાંથી બચી જાય છે. હું પણ અત્યારે મુશ્કેલ સ્થિતિમાં છું. હું પણ બચવાની આશા રાખુ છુ.

સામંથા રૂથ પ્રભુ પોતાની બીમારી વિશે વાત કરતા ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેણે કહ્યુ- અમુક દિવસો સારા હોય છે અને અમુક દિવસો ખરાબ હોય છે. એવા દિવસો આવે છે જ્યારે મને લાગે છે કે હું એક પગલું પણ આગળ નહિ વધી શકુ અને એવા દિવસો આવે છે જ્યારે હું પાછુ વળીને જોઉ છુ ત્યારે આશ્ર્ચર્ય થાય છે કે હું કેટલી દૂર આવી ગઈ છુ. હું અહીં લડવા આવી છુ. હું એકલી નથી, હું એ જાણુ છુ. એવા ઘણા લોકો છે જેઓ તેમના જીવનમાં અનેક પ્રકારની લડાઈ લડતા હોય છે પરંતુ અંતે આપણે જીતીએ છીએ.

સામંથાએ તેની બીમારી વિશે જણાવીને આની ગંભીરતા જણાવી. સામંથાએ કહ્યુ- મે એવા ઘણા સમાચાર જોયા જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે મારી હાલત જાનલેવા છે. હું જે સ્થિતિમાં છુ તે જીવન માટે જોખમી નથી. તે અઘરુ છે પરંતુ હું અહીં લડવા માટે જ છુ. કમસે કમ થોડા સમય માટે, હું મરવાની નથી. સામંથા રુથ પ્રભુએ ’ધ ફેમિલી મેન ૨’ દ્વારા બૉલિવૂડમાં ડિજિટલ ડેબ્યૂ કર્યુ હતુ. આ વેબ સિરીઝમાં સામંથા આત્મઘાતી મિશન પર શ્રીલંકન ફાઇટર તરીકે જોવા મળી હતી. સામંથા કથિત રીતે રુસો બ્રધરની ફિલ્મમાં પણ જોવા મળશે. સામંથા છેલ્લે ફિલ્મ ’કાથુવાકુલા રેન્દુ કાંધલ’માં જોવા મળી હતી.