રાજ્યમાં ગરમી ઓછી થઇ, તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થયો

અમદાવાદ, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થયો છે. તથા વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ ૩૯.૭ ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના ૩ શહેરોમાં તાપમાન ૩૯ ડિગ્રીને પાર ગયુ છે.વડોદરા ૩૯.૦ ડિગ્રી, અમરેલી ૩૯.૪ ડિગ્રી તેમજ અમદાવાદ ૩૭.૬, ગાંધીનગરમાં ૩૭.૩ ડિગ્રી તાપમાન છે.

સુરતમાં ૩૮.૦ ડિગ્રી, રાજકોટમાં ૩૭.૯ ડિગ્રી અને મહુવા ૩૮.૪ ડિગ્રી, સુરેન્દ્રનગર ૩૭.૮ ડિગ્રી તાપમાન છે. વલસાડ ૩૮.૮ ડિગ્રી તથા દમણ ૩૬.૨ ડિગ્રી તેમજ ભુજ ૩૬.૨ ડિગ્રી તથા કંડલા ૩૭.૮ ડિગ્રી અને અમરેલી ૩૯.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર ૩૭.૬ ડિગ્રી, રાજકોટ ૩૭.૯ ડિગ્રી અને સુરેન્દ્રનગર ૩૭.૮ ડિગ્રી તથા મહુવા ૩૮.૪ ડિગ્રી અને કેશોદ ૩૭.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થયુ હતુ. ૩ દિવસ અગાઉ તો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો રીતસર આગ ઓક્તી ગરમીમાં શેકાયા હતા. પરંતુ ૨ દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરિણામે ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે. ૨ દિવસમાં જ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જો કે, એપ્રિલના અંતમાં અને મે મહિનામાં કાળઝાળ ગરમીના રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયા વાતાવરણ અને માવઠા બાદ ગરમીનો પારો ઉચકાયો હતો. આ અઠવાડિયાની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ.