લુણાવાડા, મહિસાગર એસઓજી પીઆઈ એ.બી.અસારી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લા સતત તપાસ કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, ચોરી ગામનો રહેવાસી દિલીપસિંહ પરમાર પોતાના ધરે સુકો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખી તેનુ વેચાણ કરી રહ્યો છે. બાતમી મળતા એસઓજી પીએસઆઈએ પોલીસ સ્ટાફ સાથે દિલીપ ઉર્ફે લાલાના ધરમાં રેડ કરી હતી. જે દરમિયાન પોલીસે 11.830 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કુલ કિ.રૂ.1,18,300/-થાય છે. જે તમામ મુદ્દામાલ સાથે આરોપી દિલીપસિંહ ઉર્ફે લાલો નારાયણભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો.