ગોધરા,પંચમહાલ એલસીબીએ બાતમીના આધારે ગોધરા બસ સ્ટેન્ડમાં વોચ રાખીને બાતમી મુજબના ઈસમને કોર્ડન કરીને અટકાયત કરવામાં આવી હતી. અને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ચોરી કરવા માટેના વિવિધ સાધનો મળી કુલ રૂ.4.45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.પોલીસ દ્વારા આરોપીને સઘન પુછપરછ કરતા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે નોંધાયેલા 18 જેટલા ધરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. વધુમાં આરોપી પંચમહાલના પાંચ તેમજ દાહોદના દે.બારીઆ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ હતો. પુછપરછમાં આરોપીએ જણાવ્યુ હતુ કે,તેઓ દિવસ દરમિયાન ભુંડ પકડવાનુ કામ કરતા ત્યારે સોસાયટી વિસ્તારમાં ભુંડ પકડવાને બહાને જઈ બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે બાઈકની ચોરી કરીને બંધ મકાનના નકુચા તોડી ચોરી કરીને બાઈક અવાવરૂ જગ્યાએ છોડી દેતા હોવાનુ જણાવ્યુ હતુ.