એન.આર.એલ.એમ શાખા દ્વારા મતદાન જાગૃતિ માટે કામગીરી કરવામાં આવી

ખેડા, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત એન.આર. એલ.એમ શાખા, ડીઆરડીએ દ્વારા ખેડા જિલ્લાના ગામોમાં સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત 03 મતદાન જાગૃતિ રેલી, 14 મતદાન શપથ ગ્રહણ, 11 વોટીંગ માટે માર્ગદર્શન મીટીંગ, 02 સીગ્નેચર કેમ્પેઈન અને 17 સ્વસહાય જૂથ મીટીંગ્સ સહિતની કામગીરી એન.આર. એલ.એમ શાખા નડિયાદ દ્વારા કરવામાં આવી છે.આ કાર્યક્રમ થકી ઓછુ મતદાન ધરાવતા બૂથ પર મતદાન વધારવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમોમાં અલગ અલગ જગ્યાએ કુલ મળીને અંદાજિત 1200 બહેનો ઉપસ્થિત રહ્યા હતા.