નડિયાદની સેન્ટ મેરી સ્કુલ દ્વારા શેરી નાટક કરી મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત એસ.વી.ઈ.ઈ.પી. એક્ટિવિટી હેઠળ ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત નડિયાદ તાલુકાની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા વાણીયાવાડ ખાતે શેરી નાટક કરી મતદાતાઓને આગામી લોકસભા ચૂંટણી-2024 માં મતદાન કરવા અપીલ કરવામાં આવી. સાથે જ મતદાન માટે શપથ લઇ દરેક મતદાતા ચોક્કસ મતદાન કરે તે માટેનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો.