લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી છોટે સિંગ (આઈ. એ. એસ) અને પોલીસ ઓબ્ઝર્વર અંજની કુમાર જા ના અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

લુણાવાડા, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પંચમહાલ લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર શ્રી છોટે સિંગ(આઈ. એ. એસ)અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી અંજની કુમાર જા ના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

બેઠકમાં મહીસાગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ મતવિસ્તારમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે બન્ને ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કરાવ્યાં હતા. તેમજ મતદાન જાગૃતી માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થા, સ્ટાફની તાલીમ, એફએસટી, એસએસટી સહિતની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે બન્ને ઓબ્ઝર્વરશ્રીઓને પાવરપોઇંટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી.