શહેરાના ગ્રામ્ય વિસ્તારમાં લોકસભા ચુંટણીને લઈ સીઆઈએસએફ જવાનોની ફલેગ માર્ચ યોજાઈ

શહેરા શહેરામા લોકસભાની 2024ની ચુંટણી ને અનુલક્ષી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારો માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી.આઇ.એસ. એફ ના જવાનો ની ચુંટણી લક્ષી ફ્લેગ માર્ચ નગર અને ગામ્ય વિસ્તાર માં નીકળી હતી. આ ફ્લેગ માર્ચ બસ સ્ટેશન થી મેઈન બજાર , સિંધી ચોકડી સહિત નગર ના વિવિધ વિસ્તારો માં ફરીને તાલુકા ના ગ્રામીણ વિસ્તારો ના માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાતા પ્રજામાં કુતુહલ અને આશ્વર્ય ફેલાયું હતુ.