ગોધરા-પંચમહાલ લોકસભા બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરાઈ,કોંગ્રેસના ઉમેદવારે ક્ષતિ ધ્યાને આવતા દૂર કરી

ગોધરા, પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ઉમેદવારી પત્રમાં ક્ષતિ હોવાનો મામલો સામે આવ્યો છે,જેમાં ભાજપના ઉમેદવારના પ્રતિનિધિ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.ત્યારે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સમય મર્યાદામાં ક્ષતિ સુધારી દેતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનું ફોર્મ માન્ય કરાયુ હતૂ.આજે ફોર્મ ચકાસણીની કામગીરી કરવામા આવી હતી.

પંચમહાલ લોકસભા બેઠક ની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી.જેમાં ભાજપ, કોંગ્રેસ,બીએસપી સહિત અપક્ષ ઉમેદવારો ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં હાજર રહયા હતા.કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ના ફોર્મમાં કવેરી આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.જેમા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ભરવામાં આવેલા ફોર્મમાં ગુજરાત લોકસભાની ચૂંટણી માટે તેમ લખ્યું હતૂ,કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રજુ કરવામાં આવેલ એફિડેવિટમાં લોકસભાની જગ્યાએ ગુજરાત લોકસભા એમ લખવામાં આવ્યું હતૂ.આથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભૂલ સુધારવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો.આખરે ભૂલ સુધારી દેવામા આવી હતી.