અમદાવાદ, આજકાલ સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે વાતચીત કરવી અને મિત્રતા કરવી એ જાણે ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આ અજાણી મિત્રતા ઘણીવાર ખતરો બની જતી હોય છે. જેની પરિણામ પણ ભયંકર આવતું હોય છે. આવો એક ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના વાપુરમાં સામે આવ્યો છે. જણાવી દઈએ કે યુવતીએ ઈન્સ્ટાગ્રામથી સંપર્કંમાં આવેલા યુવક સામે છેડતીની દરિયાદ દાખલ કરીછે.
શહેરમાં રહેતી એક યુવતીને મોડી રાત્રે મિત્રો સાથે બહાર ફરવાનું ભારે પડ્યુ છે. ઈન્સ્ટાગ્રામથી સંપર્કંમાં આવેલા એક યુવકને મળ્યા બાદ તે ઘરે મૂકવાના બહાને હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે આધારકાર્ડ માંગીને યુવતી સાથે ઝઘડો કરીને ક્સિ કરીને છેડતી કરી હતી. જે મામલે યુવતી એ ફરિયાદ આપતા વાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરમતીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૨૦માં યુવતીએ લગ્ન કર્યા બાદ સાસરિયાઓના ત્રાસ સામે ફરિયાદ બાદ તે પિયરમાં રહે છે. લગભગ સાત મહિના પહેલા ઈન્સ્ટાગ્રામથી વેદાંત નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. વેદાંત અને યુવતી એક કાફેમાં પણ મળ્યા હતા. તેવામાં યુવતીને ઈન્સ્ટાગ્રામ જેડી નામ ના યુવક સાથે મિત્રતા થઇ હતી. બંને અવાર નવાર મળતા અને કાફેમાં જતા હતા.
જેડીએ વેદાંત તેનો મિત્ર હોવાનું યુવતીને જણાવ્યુ હતું. માર્ચ મહિનામાં જેડી, વેદાંત અને અન્ય એક યુવક મોડી રાત્રે યુવતીને મળ્યા હતા. બાદમાં તમામ લોકો કાફેમાં ગયા હતા. જેડીને બહુ ઊંઘ આવતી હોવાથી યુવતીને તેના મિત્રો ઘરે મૂકી જવાનું કહેતા વેદાંત યુવતીને હોટલમાં લઈ ગયો હતો. શોર્ટ કપડા પહેર્યા હોવાથી ફ્રેશ થવા હોટલમાં લાવ્યો હોવાનું કહીને વેદાંતે આધારકાર્ડ માંગવાની બાબતે બબાલ કરીને ક્સિ કરતા યુવતી ત્યાંથી ભાગી હતી. તપાસ કરતા વેદાંત નું સાચું નામ વિશ્ર્વાસ હોવાનું સામે આવતા યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવતા વાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.