બેંગલુરૂ કેફે વિસ્ફોટ કેસમાં પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ સાથે કનેકશન પણ હોઇ શકે છે

બેંગલુરૂ : કર્ણાટકના બેંગલુરૂ કેફેમાં થયેલા વિસ્ફોટ મામલે નવો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ હવે આરોપીના ઓનલાઇન હેન્ડલરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનું કોડનેમ ’કર્નલ’ છે. અબ્ગુલ મથીન તાહાને આ એટેકના મેન પ્લાનર અને મુસાવિર હુસૈન શાજિબને હુમલાખોર ગણાવી રહ્યો હતો. અધિકારીઓને શંકા છે કે કર્નલ આ બન્નેના સંપર્કમાં હતો જે ૨૦૧૯-૨૦માં આઇએસ અલ હિન્દ મૉડ્યૂલ સાથે જોડાયો હતો.માનવામાં આવે છે ’કર્નલ’ દક્ષિણ ભારતમાં કેટલાક યુવાઓના સંપર્કમાં હતો, તેને ક્રિપ્ટ-વૉલેટ દ્વારા પૈસા મોકલ્યા હતા. સાથે જ ધામક સંરચનાઓ, હિન્દૂ નેતાઓ અને મુખ્ય સ્થળો પર હુમલા માટે પ્રેરિત કરવાનું કામ કર્યું હતું.

એક અધિકારીએ કહ્યું કે, નવેમ્બર ૨૦૨૨માં મેંગલુરૂ ઓટોરિક્ષા વિસ્ફોટ બાદ કર્નલ નામના હેન્ડલર વિશે જાણકારી મળી હતી. તે મય-પૂર્વમાં ક્યાકથી કામ કરે છે. એવું બની શકે કે તે અબુ ધાબીમાં હોય. તપાસ એજન્સીઓ આઇએસ ગ્રુપના નાનું મૉડ્યૂલ બનાવીને આતંકી ગતિવિધિમાં પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇ સાથે કર્નલની મિલીભગતનો ઇનકાર નથી કરી રહી. મહત્ત્વપૂર્ણ છે કે આઇએસઆઇ પહેલા પણ ભારતમાં આતંકી મૉડ્યૂલને વધારવાનું કામ કર્યું છે, જેમ કે ઓક્ટોબરમાં દિલ્હીમાં ત્રણ આઇએસઆઇ-સ્પોન્સર્ડ આઇએસ મૉડ્યૂલના સભ્યોની ધરપકડ થઇ હતી.

આતંકવાદી વિરોધી એજન્સીએ ૧ માર્ચે વિસ્ફોટનો કેસ પોતાના હાથમાં લીધો હતો. બોમ્બ વિસ્ફોટની આ ઘટનામાં લગભગ ૧૦ લોકો ઘાયલ થયા હતા. બન્ને શંકાસ્પદોની ઓળખ મુસાવિર હુસૈન શાજિબ અને અબ્દુલ મથીન તાહાના રૂપમાં કરવામાં આવી છે. શિવમોગ્ગા જિલ્લાના તીર્થહલ્લીના રહેનારા મુસાવિર હુસૈન શાજિબ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને તેને જ આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. અબ્દુલ મથીન તાહા વિસ્ફોટની યોજના બનાવવા અને તેને અંજામ આપવાનો માસ્ટરમાઇન્ડ છે એનઆઇએએ નિવેદનમાં જણાવ્યું કે મુસાવિર હુસૈન શાજિબ તે આરોપી છે જેને કૈફેમાં આઇઇડી રાખ્યો હતો. આતંકવાદી ખોટા નામથી સંતાયેલા હતા અને તેમની પાસેથી ખોટા આધાર કાર્ડ પણ મળ્યા છે.