હરિદ્વારમાં મત આપવા ગયેલા મતદારે ઈવીએમ તોડ્યું,બેલેટ પેપરથી ચૂંટણી કરાવો

હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજમાં એક મતદારે ઈવીએમ મશીનનો વિરોધ કરતા પોલિંગ બૂથ પર રાખેલી મશીનને નીચે પટકી નાખી હતી. મતદારો જોરશોરથી બુમો પાડતા ઈફસ્ મશીનનો વિરોધ કરવા લાગ્યા હતા અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરવા લાગ્યો હતો. પોલીસે મશીન તોડનારા મતદારની અટકાયત કરી છે.

જાણકારી અનુસાર, જ્વાલાપુર ક્ષેત્રના રહેનારા મતદારે મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કોલેજ સ્થિત બૂથ નંબર ૧૨૬ પર એક વૃદ્ધ મતદાર મતદાન કરવા માટે પહોંચ્યો હતો. નંબર આવ્યા બાદ જેવો જ તે અંદર પહોંચ્યો તો તેને ડેસ્ક પર રાખેલા ઈફસ્ મશીનને ઉઠાવી હતી અને નીચે જમીન પર પટકી હતી જેને કારણે મશીન તૂટી ગઇ હતી.

આ ઘટના બાદ બૂથ પર મતદારોમાં અફરા તફરી જોવા મળી હતી. બહાર તૈનાત પોલીસ કર્મી તુરંત મતદારને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા અને તેની પૂછપરછ શરૂ કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યની ૧૦૨ બેઠક પર મતદાન યોજાયું હતું