લોક્સભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું,એકંદરે ૬૨ ટકા મતદાન

  • તામિલનાડુમાં ૧૦૨ વર્ષની મહિલાએ મતદાન કર્યું,કન્યાએ ફેરા ફરતા પહેલા મતદાન કર્યું

નવીદિલ્હી, ૧૮મી લોક્સભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કામાં ૧૬ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ લોક્સભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.એકંદરે ૬૨ ટકા જેટલું મતદાન થયું હતું કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડયા હોવાની ફરિયાદો ચુંટણી પંચને મળી હતી જયારે પશ્ચિમ બંગાળ,ઉત્તરપ્રદેશમાંથી હિંસાના અહેવાલો મળ્યા છે કેટલાક મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયા તે પહેલા જ સવારથી જ મતદાન મથકો પર લાંબી ક્તારો જોવા મળી હતી મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે ૫ વાગ્યા સુધી ચાલ્યું હતું સાંજે પાંચ વાગ્યા બાદ જે મતદારો મતદાન કેન્દ્રોમાં હતાં તેમને મતદાન કરવાની છુટ આપવામાં આવી હતી. લોકસભાની સાથે જ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ આજે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૧૦૨ બેઠકો માટે ૧,૬૨૫ ઉમેદવારોનું ભાવિ મતદારોએ નક્કી કર્યું છે.

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે પોતપોતાના મૂળ ગામોમાં મતદાન કર્યું. રાજ્યમાં લોક્સભાની બે અને વિધાનસભાની ૫૦ બેઠકો માટે મતદાન થયું હતું.નાયબ મુખ્યમંત્રી ચૌના મીને પણ ચૌખામ વિધાનસભા ક્ષેત્રમાં તેમના ગામમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચાંદમારી વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો છે. આરએસએસ ચીફ મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો. પ્રથમ તબક્કામાં પોતાનો મત આપ્યા પછી, તેઓ પોતાની શાહીવાળી આંગળી બતાવીને મતદાન મથકની બહાર આવ્યા હતાં

પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ ૩૯ બેઠકો, રાજસ્થાનની ૨૫માંથી ૧૨ બેઠકો, યુપીની ૮૦માંથી ૮ બેઠકો અને મયપ્રદેશની ૬ બેઠકો મહારાષ્ટ્રની ૫, આસામની ૫, ઉત્તરાખંડની ૫, બિહારની ૪, પશ્ચિમ બંગાળની ૩, મેઘાલયની ૨, અરુણાચલ પ્રદેશની ૨ અને મણિપુરની ૨ બેઠકો પર મતદાન થયું હતું આ સિવાય પુડુચેરી, મિઝોરમ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને આંદામાન અને નિકોબારમાં ૧-૧ સીટ પર મતદાન થયું પ્રથમ તબક્કામાં ૮ કેન્દ્રીય મંત્રી, ૨ પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતાં આ તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ અને ભૂપેન્દ્ર યાદવ, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ડીએમકેના કનિમોઝીનું ભાવિ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે.

મણિપુરના ઈમ્ફાલના ૫ થોંગજુ, ૩૧ ખોંગમેન વિસ્તારોમાં કેટલીક મહિલાઓએ મતદાન પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કર્યા બાદ અને હંગામો મચાવ્યો હતો તે પછી લોક્સભા ચૂંટણી માટે મતદાન અટકાવવામાં આવ્યું હતું. જ્યારે અશાંતિની સ્થિતિ ઊભી થઈ, ત્યારે મતદાન અધિકારીએ સંબંધિત બૂથને બંધ કરવાનો આદેશ આપ્યો અને ઇમ્ફાલ પૂર્વના જિલ્લા કલેક્ટરને આ બાબતની જાણ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલીક મહિલાઓના વિરોધને પગલે કુલ પાંચ બૂથ પર મતદાન અટકાવવામાં આવ્યું હતું. જેમાંથી પૂર્વ ઇમ્ફાલમાં બે અને પશ્ચિમ ઇમ્ફાલમાં ત્રણ બૂથ પર મતદાન અટકાવવામાં આવ્યું હતું.આંતરિક મણિપુરમાં પોલીસ અને કોંગ્રેસના ઉમેદવાર બિમોલ અકોઈઝમ વચ્ચે મોટો ઝઘડો થયો જ્યારે તેમના પોલિંગ એજન્ટને કથિત રીતે મતદાન મથકની બહાર ફેંકી દેવામાં આવ્યો.ચંદામારી વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ ઘાયલ થયા છે. આ પથ્થરમારો બૂથથી થોડા અંતરે જ થયો હતો. દિનહાટામાં ભાજપના કાર્યર્ક્તાઓના ઘરની બહાર દેશી બોમ્બ મળવાથી ગભરાટ ફેલાયો હતો. ચૂંટણી પંચ સુધી બંને પક્ષના નેતાઓએ ફરિયાદ કરી હતી. કૂચબિહારના સીતલકૂચીમાં ભાજપ અને ટીએમસી કાર્યર્ક્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. બંને દળોના કાર્યર્ક્તાઓએ એકબીજાની મારપીટ કરી હતી.

મધ્યપ્રદેશમાં ઉનાળાની ૠતુના કારણે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો મતદાન મથકો પર પહોંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. વહેલી તકે મતદાન કરવાની ઈચ્છા સાથે મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. રાજસ્થાનના ચુરુ વિધાનસભાના રામપુરા રેણુ ગામમાં નકલી મતદાનને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ સમય દરમિયાન, એક બૂથ એજન્ટ ઘાયલ થયો, તેને માથામાં ઈજા થઈ. માહિતી મળતાં જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થિતિ શાંતિપૂર્ણ બન્યા બાદ મતદાન શરૂ થયું હતું.સિક્કિમની રાજધાની ગંગટોક જિલ્લાના સિંગતમ ખામડોંગ મતવિસ્તારના રાલાપમાં મતદારો વચ્ચે વિવાદ થયો હતો. એસકેએમ ઉમેદવાર એનબી દહલના સમર્થકો અને એસડીએફ ઉમેદવાર એમકે શર્માના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો.છત્તીસગઢની બસ્તર લોક્સભા બેઠક પર મતદાન દરમિયાન નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં દબાણ બોમ્બ વિસ્ફોટમાં સીઆરપીએફ અધિકારી ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે પરિસ્થિતિ કાબૂમાં છે. હરિદ્વાર લોક્સભા સીટ પર મતદાતાએ ઈવીએમ મશીન તોડ્યાની ઘટના સામે આવી છે. હરિદ્વાર વિધાનસભાના મતદાન મથક ૧૨૬ જ્વાલાપુર ઇન્ટર કોલેજમાં એક મતદારે ઈવીએમ તોડી નાખ્યું હતું.

લોક્સભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું છે મતદાનને લઇને વયોવૃદ્ધ સહિત નવ પરિણીત યુગલો પણ મતદાન કરીને લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યા હતાં જો કે સાઉથ સુપર સ્ટાર્સ પણ મતદાનને લઇને ક્યાંય પાછા પડ્યા ન હતા.

દક્ષિણ ભારતની વિવિધ બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અભિનેતા વિજયસેતુપથિ ચેન્નાઇમાંવોટ કરવા પહોંચ્યા હતા. અભિનેતા કમલ હસને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અભિનેતા કમલ હાસને પોતાનો મત આપ્યો હતો. તેઓ બારપેટા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાને કિમતી મત નોંધાવા પહોંચ્યા હતા.તો અભિનેતા ધનુષ પણ મતદાન કરવા આવી પહોંચ્યો હતો. તેણે ચેન્નાઇના અલવરપેટ ખાતેના મતદાન મથક પર અભિનેતા ધનુષ પ્રથમ તબક્કાના મતદાન માટે પોતાનો મત આપવા પહોંચ્યો હતો.

ચેન્નાઈ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તમિલનાડુના ચેન્નાઈના પોલિંગ બૂથ પર પહોંચ્યા અને પોતાનો વોટ આપ્યો હતો. મતદાન કર્યા બાદ રજનીકાંતે પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અજિત કુમાર પણ વોટ આપવા માટે ચેન્નાઈ પોલિંગ બૂથ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન લોક્સભા મતવિસ્તારમાં ઔરંગાબાદ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા નેહુટા ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.-