અમરેલી, અમરેલી લોક સભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા એ વિશાળ રેલી સાથે અમરેલી કલેક્ટર કચેરીમા ફોર્મ ભર્યુ હતુ. હમીરસિંહજી સર્કલ ઉપર રેલીએ રાહદારીઓને બાનમા લેતા રાહદારિયોમાં ભારે રોસની લાગણી ફેલાઈ હતી. અમરેલી લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું આજે નામાંકન પત્ર ભરવાના કાર્યર્ક્મ પહેલા લાઠી ખાતે દેવાધી દેવ મહાદેવના દર્શન કરવા પહોચ્યા હતા.
પોતે એક ખેડૂત ઉમેદવાર હોવાથી બળદ ગાડા માં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો ને બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સજ રાહદારીઓને બાનમા લઈ મુશ્કેલીમા સપડાવી દીધેલ હતા.હમીરસિંહજી સર્કલ ઉપર ચક્કાજામ્ સર્જાયેલ હતું.ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોક્સભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, હકુભા જાડેજા, મહેશ ક્સવાળા, બાવકુ ઊંઘાડ, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, જનક તળાવીયા, જે.વી.કાકડીયા, સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યર્ક્તાઓ જોડાયા હતા જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરી ને અમરેલી કલેકટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોચ્યા હતા બાદ અમરેલી કલેકટર ને ફોર્મ રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હીરપરાએ ફોર્મ ભર્યું હતું