નવીદિલ્હી,
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. ગડકરીએ કહ્યું કે મનમોહન સિંહ દ્વારા ૧૯૯૧માં નાણામંત્રી તરીકે શરૂ કરાયેલા આથક સુધારાએ ભારતને નવી દિશા આપી ઉદાર અર્થવ્યવસ્થાની શરૂઆત કરે છે. ગડકરીએ TIOL એવોર્ડ્સ ૨૦૨૨’ ફંક્શનને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
તેમણે કહ્યું- ’ભારતને ઉદાર આથક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને ફાયદો પહોંચાડવાનો મુખ્ય હેતુ હોય. ૧૯૯૧માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આથક સુધારાએ ભારતને એક નવી દિશા આપી. આથક સુધારા માટે દેશ તેમનો ૠણી રહેશે. હું ૯૦ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આથક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.માર્ગ પરિવહન મંત્રીએ એમ પણ કહ્યું કે ચીન એ એક સારું ઉદાહરણ છે કે કેવી રીતે ઉદાર આથક નીતિ કોઈપણ દેશના વિકાસમાં મદદ કરી શકે છે. બીજી બાજુ, ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતને આથક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચ રોકાણની જરૂર પડશે. તેથી દ્ગૐછૈં સામાન્ય જનતા પાસેથી હાઈવેના નિર્માણ માટે પણ ભંડોળ એકત્ર કરી રહ્યું છે.
ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય ૨૬ ગ્રીન એક્સપ્રેસવે બનાવી રહ્યું છે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમના જણાવ્યા અનુસાર, NHAI ની ટોલ આવક ૨૦૨૪ સુધીમાં ?૧.૪૦ લાખ કરોડ થશે, જે હાલમાં વાષક ૪૦,૦૦૦ કરોડ છે.