સુખાકારીમાં રસ વધવાને કારણે ખોરાક પર ખર્ચમાં ૧૨૫ ટકાનો વધારો

નવીદિલ્હી, નાણાકીય કંપની રેઝર પેના વાર્ષિક પેમેન્ટ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોએ બચત અને રોકાણ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં ૮૬ ટકાનો વધારો થયો છે, જ્યારે વીમા ચૂકવણીમાં ૫૬ ટકાનો વધારો થયો છે. આરોગ્ય અને સુખાકારીમાં રસ વધવાને કારણે ખોરાક પર ખર્ચમાં ૧૨૫ ટકાનો વધારો થયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧ એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી ભારતીયોએ તેમના પૈસા ક્યાં ખર્ચ્યા આ સમયગાળા દરમિયાન વિવિધ પ્લેટફોર્મ પર એક અબજ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હતા. ભારતીયો મનોરંજન પાછળ પણ ઉદારતાપૂર્વક ખર્ચ કરી રહ્યા છે. મલ્ટિપ્લેક્સ ટ્રાન્ઝેક્શનમાં ૪૨ ટકાનો વધારો થયો છે. લોકોએ મુસાફરીમાં પણ પૈસા ખર્ચ્યા હવાઈ મુસાફરીની ચુકવણીમાં ૨.૪ ગણો વધારો થયો છે. મુસાફરી દરમિયાન હોટલ પરના ખર્ચમાં ૨૯ ટકાનો વધારો થયો છે.નવા વર્ષની પૂર્વ સંયાએ ઓનલાઈન ફૂડ ઓર્ડર્સ સરેરાશ બમણા થઈ જાય છે.રેસ્ટોરાંમાં ખાવાનું ૬૦ ટકા વયું. ધનતેરસ અને દિવાળી દરમિયાન સોનાની ખરીદી સરેરાશ કરતાં નવ ગણી વધુ હતી. પુસ્તકોની દુકાનોમાં વ્યવહાર સરેરાશ કરતાં ત્રણ ગણો વયો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ૧૯ નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કંપની ફાઈનલ મેચ દરમિયાન બપોરે ૨ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે કેબ પેમેન્ટમાં ૨૮ ટકાનો ઘટાડો થયો હતો કારણ કે લાખો લોકો ઘરે બેઠા મેચ જોઈ રહ્યા હતા.