ભાવનગર,ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પાંચ મિત્રો ગામની નાવલી નદીમાં ન્હાવા ગયા હતા.જેમા બે સગા ભાઈઓ ના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
મળતી વિગતો મુજબ બાબર જ્ઞાતિના અશોકભાઈ મોહનભાઇ ભેડા ના બે પુત્રો દર્શન (ઉ.વ.૧૩) જે ધો.૮ અને દક્ષ (ઉ.વ.૧૧ )જે ધો.૬ મા અભ્યાસ કરતા હતા.આ બંને સગા ભાઈઓ ગામના સાથી મિત્રો યુવરાજ,દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલ નાવલી નદીના પાણી મા ગરમીથી રાહત મેળવવા બપોરના સમયે ન્હાવા ગયા હતા.
કાળજાણે અહીં રાહ જોઈનેજ બેઠો હોય તેમ બંને સગાભાઈઓ મિત્રો ની નજર સમક્ષ જ ડૂબવા લાગ્યા હતા.બાળકોએ તેની જાણ નજીકની વાડીઓ વાળા ને કરતા ગામના સેવાભાવી લોકો દોડી આવી ને બાળકો ને બચાવવા પાણીમાં ખબકયા હતા.બંને ભાઈઓને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.મૃતકના પિતા ઘરે આરી ભરત નું કામ કરેછે.જ્યારે માતા ખેત મજૂરી કરી ને જીવન નિર્વાહ ચલાવવામાં મદદ કરે છે.
બનાવના પગલે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તા.પં.પ્રમુખ રાણાભાઈ સોલંકી,જિલ્લા પં. ઉપ પ્રમુખ વિક્રમભાઈ ડાભી સહિતના રાજકીય સમાજિક આગેવાનો, ઉંચડી ગામના લોકો સાંત્વના આપવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ઉલ્લેખનિય છેકે આફતગ્રસ્ત ભેડા પરિવાર ના સભ્યો મોટાભાગના સુરત વરાછા ખાતે સ્થાઈ થયા છે.
પી.આઈ પ્રમુખે કહ્યું હતું કે બંને બાળકોને મૃત જાહેર કર્યા બાદ તળાજા પોલીસ મથકે જાણ કરવા છતાંય પોણો કલાક વીતવા છતાંય પોલીસ ઇક્ધવેસ્ટ સહિતની કાયદાકીય કામગીરી માટે આવિનહતી.આથી તાલુકા પંચાયત પ્રમુખે પો.ઇ સુડેસરા ને મોબાઈલ કરી ને કહેવું પડ્યું હતું
ઉંચડી ગામના સરપંચ ના પુત્ર જગદીશભાઈ ખેર પોતાની ફોર વહીલમાં જ બંને બાળકો ને લાવ્યા હતા.તેઓએ જણાવ્યું હતુ કે વાડી વાળા નો ફોન આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.પાણી માંથી કાઢી મારી ગાડી મા મુક્યા ત્યારે બંને ભાઈઓ ઉલટી કરતા હતા.જીવી જશે તેવી આશા હતી.હોસ્પિટલમાં ડોક્ટરે તપાસતા બંને ને મૃત જાહેર કર્યા હતા.