જી-૨૦ નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે: જયરામ રમેશ

નવીદિલ્હી,
ભારત જી-૨૦ શિખર સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યુ છે. આ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. પીએમ નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ આનો લોગો અને વેબસાઈટને લોન્ચ કરી. હવે જી-૨૦ના લોગો પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધતા એક મોટુ નિવેદન આપ્યુ છે. જયરામ રમેશે જી-૨૦ના લોગો પર બનેલા કમળના ફૂલની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

આ લોગોને મુદ્દે જયરામ રમેશે કહ્યુ, જી-૨૦ નો લોગો હવે ભાજપનુ ચૂંટણી ચિહ્ન બની ગયો છે. ભાજપ પોતાના પ્રચારની કોઈ પણ તક છોડતી નથી. એવામાં વૈશ્વિક સંગઠનની મેજબાની માટે જારી કરવામાં આવેલા લોગો પર કમળનો ફોટો હોવો આ એક પ્રકારની શરમજનક ઘટના છે.

જયરામ રમેશે નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ પણ કરી જેમાં તેમણે લખ્યુ, આજથી ૭૦ વર્ષ પહેલા જવાહર લાલ નેહરુજીએ કોંગ્રેસના વજને ભારતનો વજ બનાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. હવે દેશ તરફથી બનાવવામાં આવેલા જી૨૦ની મેજબાનીનો લોગો ભાજપનું ચૂંટણી ચિહ્ન બની ચૂક્યો છે. આ તમામ હેરાન કરી દેનારુ છે. અમે જાણીએ છીએ કે પીએમ મોદી અને ભાજપ પોતાનો પ્રચાર કરવાની કોઈ તક છોડશે નહીં.

કોંગ્રેસ આ લોકો પર નિવેદનબાજી કરીને નિશાન સાધી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નો લોગો, થીમ અને વેબસાઈટને જારી કરતા એ કહ્યુ હતુ કે ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે. જી-૨૦ના લોગોમાં કમળનુ ફૂલ ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા, આપણી બૌદ્ધિક્તાને ચિત્રિત કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારત ૧ ડિસેમ્બરે વર્તમાન અયક્ષ ઈન્ડોનેશિયાથી શક્તિશાળી ગ્રૂપ જી૨૦ ની અધ્યક્ષતા ગ્રહણ કરશે.