ડ્રગ્સ કેસમાં રિયા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવા આદેશ :જમીન નામંજૂર

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે . નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( એનસીબી ) એ સૌથી મોટી કાર્યવાહી કરતા રિયા ચક્રવર્તીને ડ્રગ્સના કનેક્શનમાં ધરપકડ કરી . ધરપકડ બાદ રિયાને મેડિકલ તપાસ માટે સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી . મેડિકલ તપાસ બાદ રિયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ . જ્યાં કોર્ટે રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે .

એનસીબીએ રિયા ચક્રવર્તીના કેસમાં કોર્ટ પાસેથી 14 દિવસની ન્યાયિક કસ્ટડી માંગી હતી . રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયા માટે જામીન અરજી કરી હતી , જેને કોર્ટે નકારી દીધી છે . હવે મંગળવારની રાત રિયાને એનસીબીની ઓફિસમાં બનેલી જેલમાં જ રાખવામાં આવશે , કારણે કે જેલ મૈન્યુઅલ મુજબ સૂર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીને એન્ટ્રી આપવામાં આવતી નથી .

અદાલતે ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે રિયાની ન્યાયિક કસ્ટડી અંગે ચુકાદો આપ્યો હતો . આમાં રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો . જ્યારે ત્યારબાદ રિયાના વકીલ સતીષ માનશીંદે દ્વારા દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી થઈ હતી . બાદમાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી . એનસીબીએ કોર્ટ સમક્ષ રિયાની જામીનનો વિરોધ કર્યો હતો . રિયા હવે મંગળવારે રાત્રે રિયા ઘરે જશે નહીં .

રિયાની જામીન અરજી નામંજૂર થયા બાદ હવે રિયાના વકીલ સતીષ માનશીંદે બુધવારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે . જો ત્યાંથી પણ જામીન નહીં થાય તો હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે . રિયાના કિસ્સામા સૌથી મોટી અડચણ સેક્શન 27(A) છે . આ કલમમાં 10 વર્ષની જેલની સજા છે . રિયા વિરુદ્ધ આ કલમ લગાવવામાં આવી છે .27(A) માં ગેરકાયદેસર ડ્રગ હેરાફેરીમાં નાણાંના વ્યવહારનો કેસ આવે છે . તેમાં ગુનેગારોને 10 વર્ષની સજાની જોગવાઈ છે . હવે જે કલમમાં 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય છે , કોર્ટ આવા કેસોમાં સામાન્ય રીતે જામીન આપતી નથી .

આ કેસમાં એનસીબીને લાગે છે કે રિયાએ છેલ્લા ત્રણ દિવસમાં આપેલી માહિતી પૂરતી છે , તેથી હવે પૂછપરછ કરવાની જરૂર નથી . એનસીબીએ પહેલા દિવસે લગભગ 6 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી . બીજા દિવસે રિયાની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રીજા દિવસે મંગળવારે 3 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીને એનસીબીએ ધરપકડ કરી છે .

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ધરપકડ છે . જોકે આ ધરપકડ ડ્રગ પેડલિંગ કેસમાં થઇ છે .