પટણા,
બિહારના બગહામાંથી એક ગર્ભાશય કાંડથી સનસની ફેલાઈ ગઈ છે. એક ખાનગી નર્સિંગ હોમમાં અલગ અલગ બિમારીઓની સારવાર અથવા ડિલીવરી માટે આવેલી સાત મહિલાઓની કોખ કાઢી લેવામાં આવી હતી. હવે અધિકારીઓએ બિહારના પશ્ચિમ ચંપારણના એક ખાનગી નર્સિંગ હોમમાં પૂર્વ મંજૂરી વિના સાત મહિલાઓની ગર્ભાશય કાઢી લેવામાં આવ્યા છે, જેની તપાસ શરુ કરવામાં આવી છે. પશ્ચિમ ચંપારણના સિવિલ સર્જન ડો. બીરેન્દ્ર કુમાર ચૌધરીએ કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગની એક ટીમ ખાનગી હોસ્પિટલમાં કથિત રીતે ગેરકાયદેસર પ્રવૃતિ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન રામનગર પંચાયત વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની અંદર ૧૧ મહિલા દર્દી મળી. આ ૧૧ મહિલાઓમાંથી સાત મહિલાના કોખ કાઢી લેવામાં આવી છે. જ્યારે બે અથવા ત્રણ મહિલાની સી સેક્શન ડિલીવરી થઈ છે.
સિવિલ સર્જનના જણાવ્યા અનુસાર, આ તમામ મહિલાઓના પાંચથી સાત દિવસ પહેલા ઓપરેશન કરાવ્યા છે. એટલા માટે અમે તેમને હેરાન કરવાની જગ્યાએ અમારી એએનએમ અને બે પુરુષ સ્ટાફ અને એક સુરક્ષાકર્મી તૈનાત કર્યા છે. પણ હોસ્પિટલ પ્રશાસનના અમુક લોકોએ તેમને સવારથી બે અને ચાર વાગ્યાની આસપાસ દર્દીઓને હટાવી દીધા છે. ત્યાર બાદ અધિકારીઓની એક ટીમે દર્દીઓના ઘર પર દરોડા પાડ્યા, જો કે ત્યાંથી પણ દર્દીઓ ગાયબ હતા.
ટીમે એક અન્ય મહિલા દર્દી સાથે તેનું ઠેકાણુ શોધવામાં મદદ મળી. આ મામલમાં એફઆઈઆર નોંધાઈ હતી. જિલ્લામાં ચાલી રહેલા સ્વાસ્થ્ય રેકેટની ફરિયાદ બાદ ગેરકાયદેસર ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ દરોડા પાડવા માટે એક ટીમ બનાવી હતી. આ દરોડા દરમિયાન આવો મોટો ખુલાસો થયો હતો.