દાહોદમાંં અનાજ વેપારીને ચેક રીર્ટન કેશમાં બે વર્ષની સજા અને 28.37 લાખનું વળતર ચુકવવાનો હુકમ

દાહોદ,દાહોદ શહેરમાં અનાજના વેપારીને ખોટી સહીઓ કરી આપેલ ચેક પરત થતાં આરોપીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂા.28,37,68નું વળતરનો હુકમ દાહોદની કોર્ટ દ્વારા કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

દાહોદમાં બહુ મોટી એ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે અને આ એ.પી.એમ.સી. માર્કેટના કારણે દાહોદ શહેરમાં અનાજનો મોટો વેપાર થતો હોય છે અને દેશ-વિદેશમાં અનાજનો વેપાર થાય છે. જેથી વેપારીઓ સાથે નાણાં નહીં ચુકવવા બાબતના છેતરપીંડીના બનાવો પણ બને છે. તે સંદર્ભે દાહોદમાં આવેલ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ એટર્ની અબ્બાસી ખરોદાવાલાઓએ વાંકાનેરના રહેવાસી સલીમભાઈ સેરસીયાનાઓ સાથે અનાજ અંગે વેપાર કર્યો હતો અને વેપાર સંદર્ભે આરોપી સલીમભાઈનાઓએ એસ.કે. ટ્રેડીંગ કંપનીનો નાણાં ચુકવેલ નહીં અને ઉઘરાણી કરતાં ખોટી સહી વાળો ચેક એસ.કે. ટ્રેડીંગ કંપનીને આપેલ જે ચેક બાઉન્સ થયાં અંગેની ફરિયાદ એસ.કે. ટ્રેડીંગ કંપનીના પાવર ઓફ એટર્ની અબ્બાસી ખરોદાવાલાએ દાહોદ કોર્ટમાં દાખલ કરેલ જે ફરિયાદ દાહોદ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે એસ.કે. ટ્રેડીંગ કંપનીના વકીલ જાવેદ મનસુરી તથા અલતાફ મનસુરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સલીમભાઈ સેરસીયાનાઓને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂા.28,37,68 ચુકવવા તેમજ કોર્ટ કાર્યવાહીનો ખર્ચ પણ ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો.