દાહોદ, દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે જુગારની પ્રવૃતિઓ ચાલતી હોવાની બાતમીને આધારે વિસ્તારમાં શંકાસ્પદ લોકોની પુછપરછ માટે ગઈ હતી. જ્યાં 12 જેટલા ઈસમોએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.17મી એપ્રિલના રોજ દાહોદ એ ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ શહેરના કસ્બા જુમ્મા મસ્જીદ વિસ્તારમાં જુગારની પ્રવૃતિઓ ચાલી રહી છે. જે બાતમીના આધારે પોલીસે આ વિસ્તારમાં હાજર શોયબ તથા તેની સાથેના અન્ય ત્રણ ઈસમો પાસે જુગાર લગતની વાતોને આધારે તેમની પુછપરછ કરતાં અને ચેક કરવાની કોશિષ કરતાં એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને શોયબે અન્ય 08 જેટલા ઈસમોને બોલાવી ઉશ્કેરણી કરી પોલીસની ફરજમાં અડચણ કરી હતી. ત્યારે પોલીસ ત્યાંથી જતાં પોલીસની મોટરસાઈકલને આડે અલગ અળગ જગ્યા ઉપર પોલીસની ફરજમાં અવરોધ કરી હતી. પોલીસે પોતે પોલીસ હોવાની ઓળખ આપવા છતાંય પોલીસ કર્મચારીઓ સાથે ગેરકાયદેસર કૃત્ય કરતાં આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકના પોલીસ કર્મચારી ગુલાબભાઈ હરદાસભાઈ દેસાઈએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.