- તા. 16-04-2024થી તા. 19-04-2024 સુધી ખેડા લોકસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારોએ કુલ 25 ફોર્મ ભર્યા.
- તા. 20/04/2024ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 17 – ખેડા લોકસભા બેઠક માટે તા. 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. 19-04-2024 ને શુક્રવારના રોજ ખેડા લોકસભા બેઠક પર 07 ઉમેદવારો દ્વારા કુલ 09 ફોર્મ ભરવામાં આવ્યા છે.
17-ખેડા લોકસભા બેઠક પરથી તા. 19-04-2024ના રોજ ચંદ્રશેખરસિંહ ડાભી દ્વારા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી 2 ફોર્મ, કાદરી મોહંમદ સાબીરે ભારતીય જનનાયક પાર્ટીમાંથી 2 ફોર્મ, દશરથભાઈ હરજીવનભાઈ કાંટિયાએ ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી, દેવુસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાંથી, કાળાભાઈ ડાભીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, ભાઈલાલભાઈ પાંડવે બહુજન સમાજ પાર્ટીમાંથી અને સંજયકુમાર પર્વતસિંહ સોઢા દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું હતું.
આમ, તા. 16-04-2024થી તા. 19-04-2024 સુધી 17- ખેડા લોકસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારો દ્વારા કુલ 25 ફોર્મ ભરવામાં આવ્યા છે. વધુમાં તા. 20/04/2024ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/04/2024 છે.