મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા 50%થી ઓછું મતદાન ધરાવતા તથા મહિલા મતદાન અને પુરૂષ મતદાન વરચે તફાવત 10%થી વધુ છે તેવા બુથો પર આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.

જેમાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન જાગૃતિ રેલી, મતદાતાઓ દ્વારા શપથ, રંગોળી અને વોટર આઇડી સિવાયના માન્યતા પ્રાપ્ત દસ્તાવેજોની સમજ આપવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરેક આંગણવાડી કેન્દ્રોમાં અંદાજીત 15 થી 20 વ્યક્તિઓ હાજર રહ્યા હતા.