રામનવમીએ ડ્રોનથી હનુમાનજીની પ્રતિમાએ ગગન વિહાર કર્યો હતો

  • દાહોદ સહિત ચાર જીલ્લામાં કાર્યરત એ.આઈ.ટી.એમ.સી. વેન્ચર્સ લિમિટેડ કંપની ક્રાંતિ લાવશે.
  • 420 યુવકો તાલીમ લઈ રહ્યા છે,360 બીજી બેચ માટે તૈયાર.

દાહોદ, દાહોદમાં રામ નવમીએ રામ યાત્રામાં ભાવિકો ભક્તિમય બની ઝુમી ઉઠયા હતા. તેમાંયે રામદૂત હનુમાનજીની પ્રતિમાએ ડ્રોનથી ગગન વિહાર કર્યાના દ્રશ્યો દાહોદવાસીઓ ભુલી શક્યા નથી. ત્યારે ડ્રોનની તાલીમ આપતી આ એ.આઈ.ટી.એમ.સી. વેન્ચર્સ લિમિટેડ કંપની વિશે મહત્વની વાતો જાણવા જેવી છે. કેમ કે દાહોદ જેવા પછાત કહેવાતા જીલ્લામાં આ ક્ષેત્રે ક્રાંતિ થવા જઈ રહી છે.

રામ નવમીએ રામ યાત્રામાં હનુમાનજીની પ્રતિમા ડ્રોનથી ગગન વિહાર કર્યો તે દ્રશ્ય દાહોદવાસીઓએ પ્રથમ વખત નિહાળયું હતું. પરંતુ આ ડ્રોન ઉપલબ્ધ કરાવનાર એ.આઈ.ટી.એમ.સી વેન્ચરસ કંપનીની વાત જાણવા જેવી છે. આ દાહોદમાં એક મહત્વની તક યુવક યુવતિઓને મળી રહી છે. ખૂબ જ ઓછી કંપની પાસે DGCA(ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)નું લાયસન્સ હોય છે. AITMC VENTURES LTD કંપની કે જે ગુરૂગ્રામ હરિયાણા ખાતે DGCAની માન્યતા ધરાવતું RPTO સેન્ટર ધરાવે છે. આ વર્ષે DGCA પાસેથી લાયસન્સ મેળવી ટૂંક સમયમાં RPTO (રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) સેન્ટર દાહોદ ખાતે શરૂ કરવા જઈ રહેલ છે. સમગ્ર રાજ્ય અને દેશ માંથી દાહોદ ખાતે DGCA લાયસન્સ ધરાવતા ડ્રોન પાઇલોટ તૈયાર થશે. જે ખુબજ ગૌરવની વાત છે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત AITMC VENTURES LTD કંપની દ્વારા સમગ્ર દેશમાં કિસાન ડ્રોન ઓપરેટર તરીકેની તાલીમ અપાઈ રહેલ છે. તે અંતર્ગત આપણા નજીકના જીલ્લાની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, મહીસાગર અને વડોદરા ખાતે કુલ 420 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે અને આગામી સમયમાં 360 વિદ્યાર્થીઓ તાલીમ લેવાના છે. આમ, કુલ 780 વિદ્યાર્થીઓ આ વર્ષે કિસાન ડ્રોન ઓપરેટર તરીકેની આધુનિક ખેતી કરવા માટે ડ્રોનની તાલીમ લેવાના છે.